દાહોદ જીલ્લા પંચાલ સમાજ મહિલા મંડળ દ્વારા જીલ્લાકક્ષાની રંગોળી/લગ્નગીત તેમજ હાલરડાં સ્પર્ધા યોજવામા આવી

દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ પ્રેરીત દાહોદ જીલ્લા પંચાલ સમાજ મહીલા સંગઠન દ્વારા પંચાલ સમાજની મહીલાઓમાં ગીત ગાવા તેમજ સ્ટેજ ઉપર પોતાની કૌશલ્યતા બહાર આવે તે હેતુથી દાહોદ જીલ્લાના અલગ અલગ ઝોન દીઠ પ્રતિયોગીતા યોજવામાં આવી હતી. જેમા ઝોનમાં પ્રથમ નંબરે આવ્યા હતા. તેમની જીલ્લાની પ્રતિયોગીતા રાખવામા આવી હતી. જેમા દાહોદ, ઝાલોદ, લીમડી, લીમખેડા, સુખસર, ફતેપુરા, સંજેલી, ગરબાડા ઝોન માંથી મહિલાઓએ ભાગ લીધો હતો. ઝાલોદ ઝોન માંથી હાલરડામાં 5 ગૃપ, રંગોળીમાં 6 ગૃપ તેમજ લગ્ન ગીતમાં 4 ગૃપ લોકોએ ભાગ લીધો હતો. લીમડી ઝોન માંથી હાલરડામાં 7 ગૃપ, રંગોળીમાં 7 ગૃપ તેમજ લગ્ન ગીતમાં 12 ગૃપ લોકોએ ભાગ લીધો હતો.

સુખસર ઝોન માંથી હાલરડામાં 4 ગૃપ, રંગોળીમાં 7 ગૃપ તેમજ લગ્ન ગીત મા 4 ગૃપ લોકોએ ભાગ લીધો હતો. સંજેલી ઝોન માંથી હાલરડામાં 2 ગૃપ, રંગોળીમાં 3 ગૃપ તેમજ લગ્ન ગીતમાં 2 ગૃપ લોકોએ ભાગ લીધો હતો. લીમખેડા ઝોન માંથી હાલરડામાં 2 ગૃપ, રંગોળીમાં 7 ગૃપ તેમજ લગ્ન ગીતમાં 6 ગૃપ લોકોએ ભાગ લીધો હતો. દાહોદ ઝોન માંથી હાલરડામાં 8 ગૃપ, રંગોળીમાં 10 ગૃપ, તેમજ લગ્ન ગીતમાં 11 ગૃપ લોકોએ ભાગ લીધો હતો. ગરબાડા ઝોન માંથી હાલરડામાં 5 ગૃપ, રંગોળીમાં 11 ગૃપ તેમજ લગ્ન ગીતમાં 13 ગૃપ લોકોએ ભાગ લીધો હતો.

દાહોદ જીલ્લા માંથી હાલરડામાં 33, રંગોળીમાં 51 અને લગ્ન ગીતમાં 52 જેટલા ગૃપો એ ભાગ લીધો હતો. આ પ્રતિયોગીતામાં ભાગ લેનારામાં પ્રથમ આવનારને શીલ્ડ તેમજ કાર્યક્રમમાં ભાગ લેનારા સીનિયર સીટીઝનનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ભાગ લેનારા તમામને સન્માનિત કરવામા આવ્યા હતા. આખા કાર્યક્રમમાં ખાસ વાતએ રહી કે, મોટી ઉંમરના મહિલાઓએ પણ લગ્ન ગીત અને હાલરડા ગાયા હતા. સમગ્ર કાર્યક્રમમાં દાહોદ જીલ્લા પંચાલ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.