દાહોદ જિલ્લાનો કલા મહાકુંભ નગરાળા ખાતે યોજાયો

દાહોદ,દાહોદ જિલ્લા કક્ષાનો 2023-24 કલા મહાકુંભ નગરાળા ખાતે યોજાયો હતો. જેમાં લીમખેડા તાલુકાની અગારા (ઉ )પ્રાથમિક શાળા ના બાળકો તથા કે.જી. બી.વી.ની બાલિકાઓએ જુદી જુદી ઇવેન્ટોમાં ભાગ લીધો હતો. જેવી કે, લોક નૃત્ય, ગરબો, સમૂહ ગીત, ભજન સમુહ ગીત, વકૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન, રાસ જેવી ઇવેન્ટોમાં ભાગ લીધો હતો. જેમાં લોક નૃત્યમાં વકૃત્વ સ્પર્ધામાં અને રાસમાં પ્રથમ નંબર, જ્યારે ગરબા સ્કૂલબેન્ડમાં બીજો નંબર અને સમૂહ ગીતમાં ત્રીજો નંબર મેળવી લીમખેડા તાલુકાનું ગૌરવ વધારેલ છે. જેમાં શાળાના આચાર્ય કલસીંગભાઇ એચ.રાવત, પગાર કેન્દ્ર મેનેજમેન્ટ શિક્ષક પિન્કેશભાઈ સ્ટાફ પરિવાર તથા સી.આર.સી. કોર્ડીનેટર જશુભાઈ બામણીયાએ અભિનંદન સાથે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.