દાહોદ, આગામી 21 જૂને વિશ્ર્વ યોગ દિવસની ઉજવણીમાં વહીવટી તંત્ર સાથે મીડિયાના કર્મીઓ સાથે વધુમાં વધુ તેમજ નાગરિકો જોડાય તેવી અપીલ કરતાં જીલ્લા કલેકટર ડો.હર્ષિત ગોસાવી. આગામી 21 મી જૂને નવમા વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી ઉપક્રમે દાહોદ જીલ્લામાં યોજાનાર જીલ્લા કક્ષાનો કાર્યક્રમ દાહોદ જીલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યો છે.તાલુકા કક્ષા એ ગ્રામ્ય કક્ષા એ તથા વિવિધ શાળા કોલેજ, ખાતેની ઉજવણીમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ના માધ્યમ થકી સુચારૂં પચાર પ્રસાર થાય તે માટે જીલ્લા સેવાસદન સરદાર પટેલ સભાખંડમાં પત્રકાર પરિષદ યોજાઈ.
કલેકટર એ જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 21 જૂન 2023 ના રોજ આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્ય માં વિશાળ જન ભાગીદારી સાથે ઉજવવાનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવેલ છે. ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા G -20 ની ONE EARTH,ONE HEALTH ની થીમને ધ્યાને રાખતા આ વર્ષે એક પૃથ્વી એક સ્વાસ્થ્યના નારા સાથે યોગ અને હર ઘર આંગણે યોગ ના થીમ સાથે 21 જૂન 2023ના રોજ વિશ્ર્વ યોગ દિનની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે.
વધુમાં કલેકટર એ ઉમેર્યું હતું કે, પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 2000 થી વધુની સંખ્યામાં યોગ સાથે સંકળાયેલ સંસ્થાઓ જેવી કે પતંજલી યોગ સંસ્થાન,આર્ટ ઓફ લિવિંગ, બ્રહ્મમાંકુમારીઝ, વિવિધ સંસ્થાઓ તાલુકા દીઠ વિવિધ એન.જી.ઓ ભાગ લેશે. 75 આઇકોનિક યોગ સ્થળો નક્કી થયેલ છે. જેમાં દાહોદ જીલ્લામાં દેવગઢ બારિયામાં સ્વ. જયદીપસિંહજી રમત ગમત સંકુલ દેવગઢ બારિયા ખાતે કાર્યકમ યોજાશે.
જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ એ જણાવ્યું હતું કે યોગ વિષે જન જાગૃતિ કેળવાય તે માટે દાહોદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત અને આરોગ્ય વિભાગ દ્વારા યોગ વિષે જાણકારી આપવમાં આવી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્ર પર ઓ.પી.ડી દરમિયાન યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ઉપરાંત આશાવર્કર, આંગણવાડી બેહનો દ્વારા યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું. વધુ માં વધુ નાગરિકો યોગમાં જોડાય તે માટે અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં દાહોદ જીલ્લા પોલીસ વડા બલરામ મીણા એ જણાવ્યું હતું કે, યોગ વિષે નાગરિકોમાં જાગૃતા કેળવાય તેવા ઉદેશથી દાહોદ જીલ્લા પોલીસ હેડક્વાટર્સ થી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી દાહોદ શહેરના તમામ માર્ગો પર જશે. આ બાઇક રેલીના માધ્યમથી યોગ અંગેનો સંદેશો આપશે.
આ પત્રકાર પરિષદમાં નાયબ માહિતી નિયામક એસ.જે.બળેવીયા, જીલ્લા રમત ગમત અધિકારી અમરસિંહ રાઠવા, પ્રાંત યુવા વિકાસ અધિકારી જીગ્નેશ ડાભી, પ્રાંત યુવા વિકાસ અધિકારી અશોક પટેલિયા, રમત વિકાસ અધિકારી ઉષાબેન સહિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.