દાહોદ જીલ્લાની લોકસભા બેઠક માટે કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ

દાહોદદાહોદ જીલ્લાની લોકસભા સીટ માટે 2024 ની તૈયારીઓના ભાગરૂપે આજે દાહોદ જીલ્લામાં પ્રદેશ નિરીક્ષકોની ટીમ દ્વારા જીલ્લા ભાજપ કાર્યાલય કમલમમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

2024ની તૈયારીઓના ભાગરૂપે આજે ગુજરાત પ્રદેશમાંથી નિરીક્ષકોની ટીમ જેમાં હિતેશભાઈ પટેલ પ્રદેશ પ્રમુખ, પ્રદીપભાઈ પરમાર પૂર્વ મંત્રી ગુજરાત તથા શીતલબેન સોની પ્રદેશ મંત્રી દાહોદ જીલ્લાના કાર્યાલય કમલમ ખાતે બપોરે આવી પહોંચી હતી અને જીલ્લા કાર્યાલય ખાતે પ્રદેશમાંથી મળતી સૂચના મુજબ દાહોદ લોકસભા મત વિસ્તારના, સાંસદ, જીલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્યો, પ્રદેશ પદાધિકારીઓ, મોરચાના રાષ્ટ્રીય પદાધિકારીઓ, પ્રભારી અને સંયોજક, જીલ્લાના પ્રભારી અને પ્રમુખ, પદાધિકારીઓ, મોરચાના પ્રમુખ અને મંત્રીઓ, નગર પાલિકા પ્રમુખ, પૂર્વ સાંસદ અને ધારાસભ્ય તેમજ 2020 ની ચૂંટણીમાં ઊભા રહેલા તમામ ઉમેદવારો ને રૂબરૂ મળી સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી આ સમય દાહોદ કમલમ નો માહોલ ગરમાયો હતો. આ સેન્સ પ્રક્રિયાના બીજા દિવસે પ્રદેશ પાર્લામેંટરી બોર્ડમાં જીલ્લા મહાનગરના નિરીક્ષકો, અગ્રણીઓ ગાંધીનગર ખાતે યોજાશે અને તેમાં ચર્ચા થયા મુજબ વિગતો રાષ્ટ્રીય સ્તરે પહોચાડવામાં આવશે જ્યાં ફાઈનલ યાદી બનીને તેના ઉપર મોહર લાગશે.