દાહોદ જિલ્લાની હાઉસિંગ સહકારી મંડળીઓ સમગ્ર ડિસેમ્બર માસ દરમિયાન ઓડિટ કેમ્પ

દાહોદ,

દાહોદ જિલ્લાની તમામ હાઉસિંગ મંડળીઓનાં ઓડીટ દર વર્ષે ફરજીયાત કરવાના રહે છે. જે અંતર્ગત આખા ડિસેમ્બર માસ દરમિયાન ઓડિટ કેમ્પનું આયોજન કરાયું છે. જિલ્લામાં હાઉસિંગ મંડળીઓના ઓડીટ ત્રણ વર્ષ કે તેથી વધુ સમયના ઓડીટ બાકી હોય ઓડીટ કામગીરી પૂર્ણ કરાવી લેવા જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ, દાહોદે જણાવ્યું છે. જિલ્લાની હાઉસિંગ મંડળીઓના હોદ્દેદારોએ જિલ્લા સેવા સદન રૂમ નં. 221, છાપરી ઝાલોદ રોડ ખાતેની કચેરી ખાતે આ ઓડિટ કરાવવાનું રહેશે.