ફતેપુરા,
ફતેપુરા પોલીસ ફતેપુરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી .કે.ભરવાડ તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસના માણસોને ખાનગી રાહે બાતમી મળીકે લાલ કલરની ફોર વ્હીલ ગાડી જેનો નંબર GJ.6.LB.1436 જેમાં વિદેશી દારૂ ભરેલો છે. જે રાજસ્થાનથી મોટીબારા ગામેથી ગુજરાતમાં લવાઈ રહ્યું છે. એવી બાતમી મળતા પેટ્રોલિંગમાં નિકડેલી પોલીસે મોટીબારા ગામે ત્રણ રસ્તા ઉપર વોચ ગોઠવી હતી. ત્યારે બાતમીમાં દર્શવેલા લાલ કલરની ફોર વ્હીલ ગાડી આવતી જોઈ એને રોકી ફોર વ્હીલ ગાડીને કોર્ડન કરી ગાડીમાં તલાસી લેતા ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેને ફતેપુરા પોલીસ મથકે લાવી વિદેશી દારૂની ગણતરી કરતા અલગ અલગ બ્રાન્ડની કુલ 1388 બોટલો જેની કુલ કિંમત રૂ.1,85,15/-પ્રોહી મુદ્દામાંલ ગાડીની કિંમત રૂ 5,00,000 થતા મોબાઈલ ફોન.5,000 મળી કુલ કિંમત 6,90,15 નો મુદ્દમાલ ઝડપી એક આરોપિને પ્રોહી એક્ટ મુજબનો ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.