દાહોદ,લોકસભા સામાન્ય ચુંટણી 2024 સંદર્ભે દાહોદ સેવાસદન ખાતે જિલ્લાની વિવિધ બેંકોના મેનેજરો અને પ્રતિનિધિઓ સાથે એક ખાસ બેઠક યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગોૈતમે બેંક પ્રતિનિધિઓને ચુંટણી સમયગાળા દરમિયાન થનારા પ્રત્યેક શંકાસ્પદ ટ્રાન્ઝેકશનની જાણકારી બાબતે નિગરાની રાખી ચુંટણી વિભાગને માહિતી આપવા અંગે જણાવ્યુ હતુ. કોઈ સામાન્ય નાગરિકો અને વેપારીઓને બિનજરૂરી કનડગત ન થાય તેની તકેદારી રાખવા પર ખાસ રાખવાની રહેશે.વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, છેલ્લા બે માસ દરમિયાન (સાયલેન્ટ એકાઉન્ટ)ટ્રાન્ઝેકશન થયુ ન હોય અને ચુંટણી દરમિયાન ટ્રાન્ઝેકહનની અસામાન્ય અને શંકાસ્પદ ધટનાઓની માહિતીને ચુંટણી તંત્રના ઘ્યાને દોરવા સુચનાઓ આપી હતી. ચુંટણી પ્રક્રિયા દરમિયાન આવી તબદીલીના કોઈપણ પુર્વ દ્રષ્ટાંગ વગર બેંકના એક ખાતામાંથી અન્ય કેટલાક વ્યકિતઓના ખાતામાં આર.ટી.જી.એસ.દ્વારા અસામાન્ય રકમની તબદીલી થઈ હોય તેવી માહિતીનુ લીડ બેંક થકી ચુંટણી તંત્રને ઘ્યાન દોરવાનુ રહેશે.