દાહોદ જિલ્લાની આંગણવાડી કેન્દ્રો પર રાજયમંત્રી અને અધિકારીઓની મુલાકાત દરમિયાન ગંભીર નિષ્કાળજી-ગેરરિતી સામે આવી

દાહોદ,

દાહોદ જિલ્લાની વિવિધ આંગણવાડી કેન્દ્રો ઉપર રાજયમંત્રી અને અધિકારીઓએ ઓચિંતી મુલાકાત લીધી હતી. ત્યારે ચાર આંગણવાડી કેન્દ્રો ઉપર ગંભીર નિષ્કાળજી અને ગેરરિતી સામે આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. આ મામલે પોષણક્ષમ કર્મીઓ સામે ફરજ મુક્તિ સહિતના પગલા લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પંચાયત કૃષિ વિભાગના રાજયકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડે દે.બારીઆ તાલુકાના ધટક-3ના કેળકુવા માજી સરપંચ ફળિયા આંગણવાડી કેન્દ્રની આકસ્મિક મુલાકાત લીધી હતી. જેમાં મુલાકાત દરમિયાન ધણી બધી ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી. આંગણવાડી કાર્યકર તેડાઘર બંને ગેરહાજર હતા. તેમજ ચાર દિવસથી એકપણ બાળક કેન્દ્ર પર આવેલ નથી તથા મુલાકાત દરમિયાન બે બાળકો જ હાજર જોવા મળ્યા હતા. અને બાળકો માટે નાસ્તો પણ બનાવાયો ન હતો.લાભાર્થીઓને સરકાર તરફથી મળતા લાભો, વસ્તુ, નાસ્તો લાભાર્થી સુધી પહોંચતો નથી. બાલશક્તિ, માતૃશક્તિ, શક્તિપીપમાં રખાયા હતા. અનાજનો જથ્થો સાફ કર્યા વગર જોવા મળ્યો હતો. તેમજ દાળ, ચણાના પેકેટ વિતરણ કરેલ ન હતા. જે ખુબ જ ગંભીર બાબત છે. કાર્યકર કેન્દ્રના બદલે મનસ્વી રીતે અનાજનો જથ્થો પોતાના ધરે રાખેલ હતો. સાફસફાઈનો અભાવ જોવા મળ્યો હતો. રેકર્ડ રજીસ્ટર જોવા મળી આવ્યા ન હતા. તેમજ અસ્તવ્યસ્ત હાલતમાં જોવા મળ્યા હતા. મંત્રીની મુલાકાત બાદ આ કર્મચારીઓ ઉપર તાત્કાલિક ફરજ મુક્તિ સહિતના કડક પગલા લેવાયા છે. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા પણ દાહોદ તાલુકાની દાહોદ ધટક-1ની બાવકા-1 તથા મુવાલિયા-3ની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન પણ આ મુજબની ક્ષતિઓ જોવા મળી આવી હતી. આંગણવાડી કેન્દ્રોમાં લાભાર્થીઓની ખોટી હાજરી પુરી ખોટા બિલો પાસ કરાવેલ છે. પોષણ સુધા યોજનાના પ્રતિ લાભાર્થી દીઠ રૂ.17 તથા 3 થી 6 વર્ષના પ્રતિ બાળકોના રૂ.5.10ના બિલો બનાવાયા છે. જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ આ કર્મચારીઓ ઉપર કડકમાં કડક પગલા લેવા સુચના મુજબ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા સીડીપીઓને મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકર, તેમજ તેડાગરને તેમજ ફરજ પરની નિષ્કાળજી બદલ નોટિસ આપી સાધનિક પુરાવા સાથે રૂબરૂ ખુલાસો રજુ કરવા માટે જાણ કરાઈ છે.