દાહોદ જિલ્લાના આંતરિયાળ વિસ્તારમાં સ્મશાન ગૃહના અભાવે ચોમાસામાં અંતિમક્રિયા કરવા માટે મુશ્કેલીઓ

આઝાદીનો અમૃત કાળ ચાલી રહ્યો છે અને તેની વચ્ચે દાહોદ જિલ્લામાંથી ત્રણ અલગ અલગ વરસાદના સમયની અંતિમ ક્રિયા માટેના દ્રશ્યો સામે આવયા છે જેમાં દાહોદ જિલ્લો આદિવાસી બાહૂલ્ય ધરાવતો વિસ્તાર હોય અને અંતરીયાળ અને છેવાડાના વિસ્તારોમાં હજુ પણ આઝાદીના અમૃતકાળની ઉજવણીઓ વચ્ચે પણ આદિવાસી સમાજ પાસે સરકારનો વિકાસનો રથ પહોંચ્યો નથી છેવાડાના અને અંતરિયાળ વિસ્તારોમાં સરકારે દરેક સહાયતાઓ ઊભી કરી છે તેવા વાયદાઓ કરવામાં આવતા હોય છે .

પરંતુ આ જે દ્રશ્યો સામે આવ્યા છે આ દ્રશ્યો સિસ્ટમનું ફેલીયર ગણવામાં આવી રહ્યું છે આ પહેલા દ્રશ્યો છે જે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નાની ઢઢેલી ગામના બેદી ફળિયાના લોકો અંતિમ ક્રિયા માટે નદીમાંથી પસાર થઈ અને સમસાન વગરના નદીના ઢેર ઉપર અંતિમ ક્રિયા કરવામાં આવે છે અહીંયા પણ સરકાર અને સિસ્ટમનું ફેલીયર જોવા મળી રહ્યું છે જેમાં માત્ર કાગજ ઉપર જ તમામ સુવિધાઓ પૂર્ણ કરવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે અને તેના કારણે ગામના લોકોનું મોત નીપજે ત્યારે આવી પરિસ્તિથીમાં અંતિમ ક્રિયા માટે સવ લાવવામાં આવી રહ્યા છે તે ખુબજ દુખ ભર્યા દ્રશ્યો છે

ત્યારે આ બીજી તસ્વીરોે છે જે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા માંથી સામે આવી છે જેમાં ગરબાડા તાલુકાના નલવાય ગામના નાના નળવાઈ ફળિયાની છે જેમાં ગામના ઈસમનું મોત નીપજે છે જેમાં અંતિમક્રિયા માટે સ્મશાન ખાતે લઈ જવામાં આવે છે પરંતુ આ ગામના ફળિયામાં રોડની વ્યવસ્થા નથી સ્મશાનની વ્યવસ્થા નથી અને ગામના કોઈપણ વ્યક્તિનું મોત નીપજે ત્યારે આ જ પ્રમાણે તેમના સવને અંતિમક્રિયા માટે લઈ જવામાં આવે છે જેમાં ખેતરો ઓળંગીને આદિવાસી સમાજના લોકો અંતિમક્રિયા માટે સ્વને લઈ જાય છે

જયારે ત્રીજા દ્રશ્યોમાં એજ ગરબાડા તાલુકાના સીમલીયા બુઝર્ગ ફળીયાની છે જેમાં પણ આજ પ્રમાણે વરસાદી માહોલની વચ્ચે કાદવ કીચડ અને ખેતરોના ખેતરો પાર કરીને સવને અંતિમ ક્રિયા માટે લઈ જવું પડે છે જેમાં આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે અંતરીયાલ અને છેવાડાના વિસ્તારોમાં આઝાદીના અમૃત કાળ વચ્ચે સરકારની વિકાસનો રથ પહોંચ્યો નથી સિસ્ટમ પાસે ગામડાનો વિકાસ માત્ર કાગળો પર બતાવવામાં આવી રહ્યો છે આવા અંતરિયાલ અને છેવાડાના વિસ્તારના લોકો સરકાર પાસે અને સિસ્ટમ પાસે રોડ રસ્તા અને સ્મશાન માટેની માંગ કરી રહ્યા છે સરકારી સિસ્ટમે આઝાદીના અમૃત કાળ વચ્ચે આવા આંતરિયાળ અને છેવાડાના વિસ્તારોમાં ધ્યાન આપવું જોઈએ અને સુવિધાઓ પહોંચાડવી જોઈએ