દાહોદ,ગુજરાત સરકાર દ્વારા ચાલતી સ્વસ્છ ભારત અભિયાન ત્યારે બીજી તરફ સરકારી કચેરીઓમાં જ ઠેર ઠેર જગ્યાએ ગંદકી તેમજ દારૂની ખાલી બોટલો.
ગુજરાતમાં એક તરફ દારૂબંધી ત્યારે બીજી તરફ સરકારી કચેરીઓમાં જ દારૂની ખાલી બોટલો નજરે જોવા પડી જેમાં કહેવામાં આવે છે કે તાલુકા પંચાયત ઝાલોદ કચેરીમાં વારંવાર આવી ખાલી દારૂની બોટલો જોવા મળતી હોય છે. જેમાં અનેક સવાલો ઉભા થવા પામ્યા છે કે સરકારી બાબુઓ દ્વારા મહેફિલ માણવામાં આવતી હશે કે પછી અજાણ્યા શખ્સો દ્વારા તે એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. જેમાં આગામી દિવસોમાં પણ આવી જ રીતે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા તો શું જવાબદાર તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું.