
દાહોદ,દાહોદ જિલ્લાના ઝાલોદ દાહોદ હાઈવે વરોડ ચોકડી પર અજાણ્યાં વાહન ચાલકે રોડ પર ચાલતા નિમેવ રોડ ગામના રહેવાસી સોલંકી સોનલબહેન ખુમાનભાઇ તેમજ સારિકાબેન સોલંકી શાકભાજી લેવા માટે રોડપર ચાલતા નિકળીયા હતા. તે દરમિયાન ઝાલોદ તરફથી આવતી ફોરવીલ ગાડી આગળ ચાલી રહેલા સોનલબહેન તથા સારિકાબેનને પાછળ થી ટક્કર મારતાં ઇજાઓ પહોંચી હતી અને તેઓને તાત્કાલિક સારવાર અર્થે 1033 દ્વારા ઇજાગ્રસ્તને લીમડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે 108 મારફતે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને લીમડી પોલીસ ને જાણ થતાં પોલીસ આવી ધટનાની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.