દાહોદ, દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના રણિયાર સરકારી ગામે રહેતા અને ખાનગી નોકરી કરતા અનિલભાઈ રમેશભાઈ ભુરીયાની 26 વર્ષીય પત્ની અરૂણાબેન ગત તારીખ 29.5.2023ના રોજ રણીયાર સરકારી ગામે મંદિર ફળિયામાંથી ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક નીકળી જતા તેમનાં પરિવારજનો દ્વારા અરૂણાબેનની ભારે શોધખોળ કરવા છતાંય તે પરિણીત મહિલા ન મળી આવતા આ મામલે તેમના પતિ અનિલભાઈ રમેશભાઈ ભુરીયાએ આ મામલે લીમડી પોલીસ મથકે જાણ કરતા લીમડી પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.