દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના ફૂલપુરા ગામના જંગલમાં મળેલી યુવતીના અપમૃત્યુ કેસ

દાહોદ, ઝાલોદ તાલુકાના ફૂલપુરા ગામના જંગલમાં આશરે 25 દિવસ અગાઉ એક સગીર વયની યુવતીની લાશ જંગલમાં ઝાડ આત્મહત્યા કરેલી હાલતમાં મળી આવતા મરણ જનાર યુવતીના માતા પિતાએ તેમના જ ગામના ત્રણ વ્યક્તિઓ વિરૂદ્ધ પોતાની સગીર ભાઈ ની દીકરી સાથે રેપ વીથ મર્ડર ના આક્ષેપો સાથેની અરજી ચાકલિયા પોલીસ મથકમાં આપી હતી જે સંદર્ભે સ્થાનિક પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપો સાથે મરણ જનાર યુવતીના માતા પિતાએ જીલ્લા પોલીસવાળા મુખ્યમંત્રી ગૃહ મંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને, લેખિતમાં રજૂઆત કરી હતી ત્યારબાદ પોતાને ન્યાય ન મળતો હોવાની આક્ષેપો સાથે આજરોજ યુવતી ના પિતા તેમજ તેમના કુટુંબીઓ દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લોકોની સમસ્યાઓ તેમજ રજૂઆતો સાંભળવા માટે યોજેલા જનમંચ કાર્યક્રમમાં આવ્યા હતા અને ત્યાં ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના નેતા અમિત ચાવડા સમક્ષ રજૂઆતો કરી હતી. અને પોલીસ આરોપીઓને આવડતી હોવાના આક્ષેપો મૂક્યા હતા. જે બાદ અમારા પ્રતિનિધિએ જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાનો ટેલીફોનિક સંપર્ક કરી સમગ્ર ઘટના અંગે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે ઉપરોક્ત આક્ષેપો બિલકુલ પાયાવિહોણા છે. યુવતીના પરિવારજનો મંચ પર આયોજીત કાર્યક્રમમાં પોલીસ ઉપર આક્ષેપો લગાવી રહી છે. યુવતીના અપમૃત્યુ કેસમાં પોલીસ દ્વારા તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવી છે. જેમાં પીએમ રિપોર્ટ તેમજ પીએમ કરનાર તબીબોના જણાવ્યા અનુસાર મરણ જનાર યુવતી જોડે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બન્યો નથી. ગળેફાંસો ખાધો હોય તે પીએમ રિપોર્ટમાં બહાર આવ્યું છે. અને દાહોદ પોલીસ ન્યાય અને ગંભીર અને સંવેદનશીલ છે. આવા રેપ અને મર્ડર જેવા કેસમાં પોલીસ આવી ગંભીર ચૂક કોઈપણ દિવસ નહીં કરે યુવતીના માતા પિતા દ્વારા લગાવેલા આરોપો બિલકુલ પાયા વિહોણા છે. યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે તેની જોડે બળાત્કાર કે અન્ય કોઈપણ પ્રકારની ઘટના બની નથી અથવા પીએમ રિપોર્ટમાં આવી નથી. તેમ જણાવ્યું હતું.