દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં એડિશનલ ચીફ કોર્ટનું નવીન ભવન નિર્માણ પામશે:કાયદા મંત્રી

ગાંધીનગર, રાજ્યના છેવાડાના નાગરિકોને ઝડપી અને સરળ ન્યાય ઉપલબ્ધ થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં રૂ. ૬.૪૮ કરોડના ખર્ચે ૧૦,૦૦૦ ચો.મીટર વિસ્તારમાં આધુનિક સુવિધાયુક્ત એડિશનલ ચીફ કોર્ટનું નવીન ભવન નિર્માણ પામશે. આ માટેની ટેન્ડર પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે તેમ, ધારાસભ્ય શ્રી મહેશ ભુરીયાના પ્રશ્ર્નના જવાબમાં કાયદા મંત્રી ૠષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું.

કાયદા મંત્રીશ્રી પટેલે ધારાસભ્યશ્રીના પેટા પ્રશ્ર્નનો પ્રત્યુતર આપતા કહ્યું હતું કે, ઝાલોદમાં હાલ પણ કોર્ટ પોતાના ભવનમાં કાર્યરત છે આગામી ૨૦-૨૫ વર્ષની જરૂરિયાતોને ધ્યાને લઈને કોર્ટનું વિશાળ આધુનિક સુવિધાયુક્ત ભવન તૈયાર કરવામાં આવશે. જેમાં ચાર કોર્ટ રૂમ, લાઇબ્રેરી, જજ ઓફિસ સહિત અરજદાર- વકીલોને ધ્યાને રાખીને સુવિધાયુક્ત કોર્ટનું નિર્માણ કરવામાં આવશે