- ઝાલોદના વિધર્મી યુવકે તેની શાળા સમયની મિત્રના ન્યુડ ફોટો વિડિઓ વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આંચર્યુ.
- યુવતી 4 વર્ષ પૂર્વે સ્કૂલના મિત્ર સાથે સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવી હતી.
ઝાલોદ,
ઝાલોદ નગરના નવાપુરામાં ભાડાના મકાનમાં રહેતી 24 વર્ષીય યુવતી સ્કૂલના જૂના વિધર્મી મિત્ર સાથે 4 વર્ષ પહેલાં સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવી હતી. જે બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ વિકસ્યો હતો. આ દરમિયાન તેમની વચ્ચે શારીરિક સંબંધો પણ બાંધવાની મનાઈ કરતાં વિધર્મી યુવકે તેને ધમકી આપી હતી કે, જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો તારા ન્યૂડ ફોટા અને વીડિયો તારા પરિવારને આપી દઈશ. જે પછી યુવતીએ એક અઠવાડિયા સુધી સંબંધ રાખ્યો હતો. ત્યારબાદ બાદમાં યુવકથી ત્રાસીને યુવતીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
દાહોદ જિલ્લાના ઝાલોદ શહેરના મીઠા ચોક પાસે રહેતો આદિલ યુસુફભાઇ જાતે કાયરા (ઉ.વ-25) 4 વર્ષ પહેલાં શાળાની મિત્ર મૈત્રી (નામ બદલ્યું છે) સાથે સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવ્યો હતો. જે બાદ તેઓ એકબીજા સાથે કલાકો સુધી ઈન્સ્ટાગ્રામ પર ચેટ કરતાં હતાં અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. મૈત્રી વડોદરામાં પેરા મેડિકલ એકલી હોય ત્યારે આદિલ મળી આવતો હતો અને બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાતા હતા. જોકે, થોડા સમયથી બંને વચ્ચે ખટરાગ ચાલી રહ્યો હતો. 17 નવેમ્બરે પણ આદિલ મૈત્રીના રૂમ પર ગયો હતો અને તેની સાથે સંબંધ બાંધવા પ્રયાસ કરતાં મૈત્રીએ ના પાડી હતી. જેથી આદિલે ધમકી આપી કે, જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો એક વર્ષ પહેલાંના તારા ન્યૂડ ફોટા અને વીડિયો મારી પાસે છે, તે પરિવારને આપી દઈશ. જેથી મૈત્રી ડરી ગઈ હતી અને તેણે સંબંધ બાંધવા માટે સંમતી આપી હતી. જે પછી આદિલે સતત 7 દિવસ સુધી સંબંધ બાંધ્યો હતો. છેવટે મૈત્રીએ ત્રાસી જઈને આદિલ યુસુફભાઇ જાતે કાયરા વિરૂદ્ધ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આદિલ યુસુફભાઇ જાતે કાયરાને ઝડપી પાડી તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બોકસ: આરોપી ની ઓળખ છુપાવવાનો પ્રયાસ….
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. એવામાં આરોપી મુસ્લિમ હોવાને કારણે પોલીસને ભય હતો કે શહેરનું વાતાવરણ ડહોળાઈ શકે છે. જેથી પોલીસે આરોપીની ઓળખ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.
બોકસ: એક અઠવાડિયા પહેલાં તા.17 મી એ પણ આદિલે બળજબરી કરી હતી…..
ગત તા. 17 પણ આદિલ ફરીવાર મૈત્રીના રૂમ પર આવ્યો હતો. જોકે, મૈત્રીએ તેને શારીરિક સંબંધ માટે ના પાડતાં આદિલે તેને માર માર્યો હતો અને તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. તેણે ધમકી પણ આપી હતી કે, ફોટા અને વીડિયો વાઇરલ કરી દઈશ.