દાહોદ, ઝાલોદ તાલુકાના ઢાઢીયા ગામે પત્નીને મરઘાનું મટન ખાવાનું મન થયું હતું, પરંતુ પતિ બકરાનું મટન લઇ આવ્યો હતો. જેથી પત્નીને મનમાં લાગી આવતાં પત્નીએ ઘરના ધાબાના સળિયામાં દોરડુ બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ હતું. ઝાલોદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
ઝાલોદ તાલુકાના ઢાઢીયા ગામના નિશાળ ફળિયામાં રહેતા સંદિપભાઇ રમેશભાઇની 22 વર્ષિય પત્ની અરવિંદાબેનને ગતરોજ મરઘાનું મટન ખાવાનું મન થયું હતું. જેથી તેણે તેના પતિને મરઘાનું મટન લાવવાનું કહ્યું હતું પરંતુ તેનો પતિ સંદિપ બજાર માંથી બકરાનું મટન લઇને આવ્યો હતો. જેથી આ બાબતનું અરવિંદાબેનને મનમાં લાગી આવ્યું હતું. ત્યારે સાંજના અરસામાં ઘરમાં ધાબાના છતના સળિયા સાથે દોરડુ બાંધી ગળે ફાંસો ખાઇ લટકી આત્મહત્યા કરી લીધી હતી. આ સંદર્ભે મૃતકના પતિ સંદિપ બારિયાએ ઝાલોદ પોલીસમાં જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.