દાહોદ જીલ્લાના વિવિધ તા.નકલી કર્મચારીઓ કાર્ય કરતા હોવાની બાબતે DDO કરાઈ રજૂઆત

  • નકલી કચેરી બાદ નકલી કર્મચારીઓ બાબતે તાત્કાલિક તપાસ કરવા કરાઈ માંગ.

આપ જીલ્લા પ્રમુખ રાકેશભાઈ બારીયાના નેતૃત્વમાં આપ દાહોદ દ્વારા દાહોદ જીલ્લા વિકાસ અધિકારીને આવેદન આપી તટસ્થ તપાસની માંગણી કરાઈ જીલ્લા પ્રમુખ રાકેશ બારીયાએ જણાવ્યું કે, જીલ્લામાં પકડાયેલ નકલી કચેરી બાદ દાહોદ જીલ્લાના લીમખેડા, ફતેપુરા, સંજેલી તાલુકામાં નકલી કર્મચારીઓ કાર્ય કરી રહ્યા હોવાનું મીડિયાના માધ્યમથી જાણ્યું છે અને આ નકલી કચરીઓ ઘણા સમયથી વહીવટ કરી રહ્યા હોવાનું જણાયું છે. હું પોતે માજી સરપંચ છું લીમખેડા સામે આવેલ નકલી કર્મચારીઓને હું વર્ષોથી ત્યાં કાર્યરત હતા તે જોતો આવ્યો છું.

સંજેલી તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ ચારેલે જણાવ્યું કે, સંજેલીમાં પકડાયેલા કથિત નકલી કર્મચારી બાબતે ડેપ્યુટી TDO સાવ ઉડાઉ જવાબ મીડિયાના માધ્યમથી આપ્યો છે, જે દુ:ખદ છે.

આપ ગુજરાત પ્રદેશ સંગઠનમંત્રી જયેશ સંગાડા એ જણાવ્યુંકે આ તમામ કચેરીના છેલ્લા 6 મહિનાના CCTV ફૂટેજ ચેક કરવામાં આવે અને આ કર્મચારીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે. આવનાર સમયમાં DDO દ્વારા આ તાલુકા કચેરીની વિઝીટ કરી સત્યતા તપાસવામાં આવે એવી રજુઆત કરાઈ છે. આ બાબતે ત્વરિત કાર્યવાહી તેમજ તપાસની માંગ કરાઈ હતી. જો યોગ્ય કાર્યવાહીમા વિલંબ થશે તો દરેક તાલુકાની કચેરી બહાર ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.