દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વાંસીયા પંચાયત વિભાજન બાદ વિકાસના નામે મીંડુ : વિકાસના કામો ખોરભેં

  • વાંસીયા ઉધ્વન સિંચાઈ યોજના હેઠળ નાખેલી પાઇપલાઇન પણ ફારસરૂપ બની.
  • ઢાળસીમળ સિંચાઈ તળાવમાંથી ખેડૂતોને નહેર દ્વારા પાણી અપાતું સિંચાઈના પાણીની નહેર પણ ગાયબ.
  • વાંસીયા ગ્રામ પંચાયત વિભાજનને દોઢ વર્ષ જેટલો ટાઈમ વીતી ગયો છતાં પણ ચૂંટણી ન યોજાતા સુવિધાને બદલે દુવિધાઓ ગ્રામજનો દ્વારા રોષ.
  • નલ સેજલ યોજના હેઠળ કામગીરી ગોકુલ ગતિએ ચાલતી હોય છે.

સંજેલી,

સંજેલી તાલુકાના વાંસીયા ગ્રુપ ગ્રામ પંચાયત વિભાજન થયાને દોઢ વર્ષ જેટલો ટાઈમ વીત્યો છતાં પણ ચૂંટણી ન યોજાતા વિકાસના કામો ગોટાળે ચઢ્યા અને અટવાઈ રહ્યા છે. પંચાયતમાં વિકાસના કામો ઝડપથી મળે અને પ્રજાને દૂર દૂર સુધી ભટકવું ન પડે તેને ધ્યાને લઈ વર્ષ 2021 ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી વાંસિયાં, ભામણ ઠાળસીમળ,ચાકીસાણા અને ઝરોર એમ-5 પંચાયતો વિભાજન કરી હતી અને વહીવટદાર તરીકે તલાટીની નિમણૂક કરી દેવામાં આવી છે. તલાટી પાસે એકથી વધુ ગ્રામ પંચાયતોનો ચાર્જ હોવાથી પંચાયતોમાં વહીવટદાર તરીકે દરરોજ ટાઈમ ફાળવી શકતા નથી જેથી 15માં નાણાપંચના વિકાસના કામોની કામગીરી ખોરભેં ચડી છે. ઠાલસીમલ સિંચાઈ તળાવમાંથી ખેડૂતોને નહેર દ્વારા અપાતું સિંચાઈના પાણીની નહેર પણ ગાયબ થઈ ગઈ છે. જેથી ખેડૂતો શિયાળુ પાક મેળવવું મુશ્કેલ બન્યા છે. ઉધ્વન સિંચાઈ યોજના હેઠળ નાખેલી પાઇપલાઇન પણ ફાશરરૂપ બની છે. નલ સે જલ યોજનાની કામગીરી પણ ગોકુળ ગાય જેમ ચાલી રહી છે. વાસિયા પંચાયતના રસ્તાઓ પાણી જેવી સમસ્યાથી પ્રજાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી આ વિસ્તારમાં પંચાયતમાં ઝડપી વિકાસના કામોની આશા લઇ બેઠેલા પ્રજામાં ગ્રામ પંચાયતના વિભાજનને દોઢ વર્ષ જેટલો સમય વીતી ગયો છતાં પણ ચૂંટણી ન યોજાતા પ્રજાને સુવિધાને બદલે દુવિધાઓનો સામનો કરવો પડી રહ્યો છે.