- દારૂ, ડીજે, જાન, પાઘડી, ચાંદલો, કપડું જેવા ખોટા ખર્ચા બંધ કરાવવા 3 ગામોમાં બેઠક યોજાઈ.
- આદિવાસી સમાજના લગ્નમાં ડીજે વગાડનારને 51 હજારનો દંડ ફટકારવાનો ઠરાવ કરાયો.
દાહોદ, દાહોદ જીલ્લાના સંજેલી તાલુકાના કોટા ગોવિંદાતલાઈ, અણીકામાં સમાજ સુધારાના લઈને સરપંચ અને સભ્યોની તેમજ તાલુકા પંચાયતના સભ્ય અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ હતી. જેમાં ડીજે પ્રથા બંધ, દહેદમાં ઘટાડો ભોજન સાદું, ડીજે વાગાડનારને દંડ, કપડાં, વાસણો બંધ રોકડ રૂપિયા કરવા, ફટાકડા ફોડવાના બંધ, દારૂ બંધ સહિતના વિવિધ ગ્રામજનોની ઉપસ્થિતિમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. દાહોદ જીલ્લો આદિવાસી વિસ્તાર ધરાવતો જીલ્લો છે. સંજેલી તાલુકાના વિસ્તારમાં કુરરિવાજોને કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ કુરિવાજોને અંકુશમાં લાવવા માટે ગામે ગામ સમાજ સુધારા માટે રથ ફેરવવામાં આવી રહ્યો છે. જેને લઇ સમાજ સુદારો માટે કોટા, ગોવિંદા તળાઈ અણીકામાં આજરોજ આદિવાસી સમાજના કુરિવાજોના ડામવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો, સરપંચો, સભ્ય આગેવાનો તેમજ વડીલોને ઉપસ્થિતિમાં ઠરાવો કરવામાં આવ્યા. દહેજ પેટે 500 ગ્રામ ચાંદી, ત્રણ તોલા સોનુ, 151000 રકમ લેવડ દેવડ નક્કી કરવામાં આવી અને ડીજે સદંતર બંધ રાખવા તેમજ અણીકા ગામમાં ડીજે ભરાવા ના દેવું સહિતના નિર્ણયો લેવાયા જો ડીજે વગાડવામાં આવશે, તો ડીજે વગાડનારને રૂપિયા 51,000 નો દંડ કરવામાં આવશે. અને દરેક પરિવારમાંથી કમિટી પણ બનાવવામાં આવી. જેવા 6 જેટલા ઠરાવો કરવામાં આવ્યા અને પોકાર પાડીને સમજાવીને ગ્રામજનોની મોટી સંખ્યાની ઉપસ્થિતિમાં બધાની વચ્ચે ઠરાવો કરવામાં આવ્યા હતાં.