દાહોદ જિલ્લાના સંજેલીમાં શાકમાર્કેટ પાસે બેકાબુ ઇકો ગાડીએ હાથલારીને અડફેટમાં લેતા નાશભાગ ભાગ મચી

  • ઇકો ચાલક દારૂના નશામાં હોવાથી સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા નવા બસ સ્ટેશન આગળ ખાડામાં પલટી મારી.
  • સંજેલી નવા બસ સ્ટેશનના ગેટ પાસે ખાડામાં કાર પલટી મારી:સદનસીબે કોઈ જાનહાની ન થઈ.

સંજેલી,સંજેલી જુના બસ સ્ટેશનથી શાકમાર્કેટ ઉપર સિંગવડ તાલુકાના મલેકપુર ગામનો ઉમેશ કાળુ બારીયા પોતાના કબજાની GJ-20-A-4569 નંબરની ઇકો ગાડી દારૂના નશામાં ચકનાચુર થઈ પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી શાક માર્કેટમાં ડુંગળીની હાથલારીને અડફેટે લેતા લોકોમાં નાસભાગમાં મચી હતી. કાર ચાલકે એક્સીલીટર પરથી પગ ન હટાવતા ગાડી ફુલ ઝડપે ભાગી હતી. જેથી લોકોએ બૂમો પડતા પાડતા પાછળ ભાગ્યા હતા. ત્યારે કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા નવા બસ સ્ટેશનના ગેટ પાસે ખાડામા કાર પલટી મારી હતી. સદ્દનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. ત્યારબાદ લોકોએ ચાલકને કાર માંથી બહાર કાઢ્યો હતો અને પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.