દાહોદ જિલ્લાના સંજેલી બેંક ઓફ બરોડામાં ખાતેદારોના ખાતા બંધ થતા હપ્તા બાઉન્સ અને લેવડદેવડ ઠપ

  • સેવિંગ ખાતામાં GST નંબર સહિતના ડોક્યુમેન્ટ ની માંગ અથવા તો વીમો ખોલાવો.
  • બેંક પાસબુક મશીન બંધ ગામડના BC પોઇન્ટો સંજેલી બજારમાં હાટડીઓ.

દાહોદ,સંજેલી બેંક ઓફ બરોડા ઘણા ખરા ખાતેદારોના ખાતા બંધ થતા ખાતેદારોને હાલાકી લોનના હપ્તાઓ બાઉન્સ તો નાણાની લેવડદેવડ બંધ GST નંબર ના હોય તો વીમો લઈ અને ખાતું શરૂ કરવામાં આવશે. બેંક પાસબુક મશીન બેંક બેલેન્સ નાણાંની લેવડદેવડ અને બેંક પાસબુક અને KYC માટે બેંકમાં ખાતેદારોની લાંબી લાઈન, ગામડાઓના BC પોઇન્ટની હાટડીઓ સંજેલીમાં જ ધમધમતી થઈ ખાતેદારોને બારે હાલાકી.

સંજેલી ખાતે આવેલી બેંક ઓફ બરોડામાં ઘણા ખાતેદારોના ખાતા લોક કરી દેવામાં આવ્યા છે. જેના કારણે ખાતામાં રકમ હોવા છતાં પણ હપ્તા બાઉન્સ અને પેનલ્ટી લાગી તેમજ નાણાંની લેવડ દેવડ માટે પણ બેંકમાં ખાતા ખોલાવવા માટે ધરમ ધક્કા GST સહિતના ડોક્યુમેન્ટ ના હોય તો ખાતા ખોલવા માટે વીમો લો તો ખાતું ખોલી આપવામાં આવશે બેંકમાં નવા નિયમ પ્રમાણે KYCના કારણે ખાતાઓ બંધ બેંકમાં પાસબુક મશીન બંધ નાણાની લેવડ દેવડ માટે એક જ કાઉન્ટર હોવાથી હાલાકી બેંક બેલેન્સ ચેક કરવા માટે પણ વહેલી સવાર થી સાંજ સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે. બેંકના કર્મચારી દ્વારા ખાતેદારોને યોગ્ય જવાબ આપવામાં આવતો નથી. તેમજ સંજેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને ઘર આંગણે બીસી પોઇન્ટ દ્વારા મળતી સુવિધાઓ માત્ર કાગળ પર જ દર્શાવવામાં આવી હોય તેમ બીસી પોઇન્ટો સંજેલી બજારમાં ધમધમી રહ્યા છે. બીસી પોઇન્ટ ઉપર નાણાંની લેવડ દેવડ માટેનો ચાર્જ કે તેના મળતી સુવિધાઓ વિશેના બોર્ડ લગાવવામાં આવ્યા નથી. બીસી પોઇન્ટ પર નાણાં ઉપાડી અને ચા પાણીના ઉઘરાણા થતા હોવાની લોક ચર્ચાઓ. આવી અનેક ખાતેદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી જ સંજેલી ખાતે આવેલી બેંક ઓફ બરોડામાં રોડ સુધી લાંબી લાઈન જોવા મળી રહી છે.

બોકસ: ખાતેદાર ..

લગભગ બે માસથી સેવિંગ ખાતું બ્લોક થતા ખાતામાં બેલેન્સ હોવા છતાં પણ બજાજ અને નેપકી finance ના હપ્તા બાઉન્સ થયા છે અને પેનલ્ટી લાગી છે . અમે બેંકના રેગ્યુલર ગ્રાહક છે, તેમજ લોનના આપતાઓ પણ રેગ્યુલર ભરતા હોય બેંકનું ખાતું બંધ કરી દેવાતા અમારા લોનના હપ્તા 22 થતાં પેનલ્ટીઓ ભરવાનોવારો આવ્યો છે . અમારી ક્રેડિટ તેમજ સિબીલ સ્કોર ખરાબ થાય તો તે માટે જવાબદાર કોણ ? : – રવિ પરમાર, સંજેલી, બરોડા બેંક ગ્રાહક…..

બોકસ:

સંજેલી બેન્ક ઓફ બરોડામાં મારૂ સેવિંગ ખાતું લોક કરી દીધું છે ફોન પે અને ગૂગલ પે એન્ટ્રી લો છો તેનો એન્ટ્રી હિસાબ આપો GST નંબર તેમજ બેલેન્સશીટ નફો નુકસાનનું આપો ના હોય તો દર વર્ષે રૂા.30,000/- નો વીમો કરાવી લો તો ખાતું શરૂ કરી દઈએ. :-પ્રતીક કુમાર જયસ્વાલ સંજેલી…..

બોકસ:

સંજેલી બેન્ક ઓફ બરોડામાં મારૂં સેવિંગ ખાતું લોક કરી દેવામાં આવ્યું છે. પાનકાર્ડ આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ આપવા છતાં પણ ખાતુ શરૂ કરવામાં આવતું નથી. જીએસટી નંબર આપો ના હોય તો શરૂ કરવા માટે દર વર્ષે 30 હજાર રૂપિયાનું વીમો પાંચ વર્ષ માટે લઈ લો. તો ખાતું શરૂ કરી આપું.:-પ્રકાશભાઈ સેલોત, ચમારિયા…..

બોકસ:

સમસ્યાને લઈને સંજેલી bank of baroda ના મેનેજરનો સંપર્ક કરતા તેઓએ ફોન રિસીવ કર્યો ન હતો અને લીડ મેનેજરનો સંપર્ક કર્યો હતો. સંજેલી બેંક ઓફ બરોડામાં પૂરતો સ્ટાફ નથી. તેમજ તાલુકાની લોકોમાં બેકમાં પૈસા ભરવા માટે લોકમાનસ નથી. તેમજ બીસી પોઇન્ટ પર જે ચાર્ટ નથી લગાવ્યો તે લગાવવા જણાવી દઉં છું, તેમજ બીસી પોઇન્ટ પરથી વધારે રૂપિયા ઉઘરાવવામાં આવતા હોય તો તેમની પર કાર્યવાહી કરવામાં આવશે.:- લીડ મેનેજર સુનિલભાઈ બારીયા…..