દાહોદ જીલ્લામાં આવેલ તમામ ગામના રેશનકાર્ડ ધારકોને જણાવવાનું કે, ગુજરાત સરકારના અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ ધ્વારા રેશનકાર્ડમાં આધારબેઝ ઇ-કેવાયસી 100% કરવા અંગેની કાર્યવાહી MY RATION એપ ધ્વારા કરવામાં આવે છે. હવે દરેક રેશનકાર્ડધારકોએ સદરહું ઈ-કેવાયસી આપના ગામની ગ્રામ પંચાયતમાં આવેલ VCE (VILLAGE COMPUTER ENTERPRENEUR) ઓપરેટર પાસે જઈને કરાવી શકો છો. ઈ-કેવાયસી કરવા માટે રેશનકાર્ડ, આધારકાર્ડ, મોબાઈલ નંબર સાથે લઈ જવાનો રહેશે. આ કામગીરી VCE (VILLAGE COMPUTER ENTERPRENEUR) ઘ્વારા જીલ્લામાં આવેલ ગ્રામ પંચાયત પર વિનામુલ્યે કરવામાં આવી રહેલ છે. જેથી દાહોદ જીલ્લાના રેશનકાર્ડમાં નોંધાયેલ દરેક વ્યકિતઓને નજીકની ગ્રામ પંચાયત ખાતે જઈ ઈ-કેવાયસી કરવા જણાવવામાં આવે છે, એમ જીલ્લા પુરવઠા અધિકારી, દાહોદ દ્વારા જણાવાયુ છે.