- મોવડી મંડળે ગલાલીયા વાડના સરપંચ,APMC ના સભ્ય, તેમજ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પર પસંદગી ઉતારી.
- કોંગ્રેસ દ્વારા કરાયેલા સર્વેમાં વજુભાઇનો રિપોર્ટ નેગેટિવ આવતા ટિકિટ કપાઈ : હાઈ કમાન્ડ જોડે તાલમેલનો અભાવ કારણ ભૂત હોવાની ચર્ચાઓ.
દાહોદ,
દાહોદ જિલ્લાના રાજકારણમાં આજે સાંજે એક અપસેટ સર્જાવા પામ્યું છે. જેમાં કોંગ્રેસની 37 ઉમેદવારોની યાદી જાહેર થઇ છે. જેમાં છેલ્લા ત્રણ ટર્મથી દાહોદ બેઠક પર અજેય રહેલા વજેસિંગ પંણદાની ટિકિટ કાપી વર્તમાન દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નિનામાને કોંગ્રેસે દાહોદ 132 બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરવામાં આવતા દાહોદ શહેર સહી જિલ્લાના રાજકારણમાં ખળભલાટ મચી જવા પામ્યો છે. જોકે, વજુભાઈ પણદાએ કાલે વાજતે ગાજતે પ્રાંત અધિકારી સમક્ષ નામાંકન દાખલ કર્યું હતું.ત્યારે આજે સાંજે તેમની ટિકિટ કપાઈ જવા પામી છે. ત્યારે દાહોદ વિધાનસભા બેઠક પર હવે બે યુવા ઉમેદવારો વચ્ચે રસપ્રદ જંગ જામશે.
ગુજરાત વિધાનસભાનો સંગ્રામ રસપ્રદ બનવા જઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે દાહોદના વર્તમાન ધારાસભ્ય વજેસિંહ દાહોદ ના ચૂંટણી અધિકારી સમક્ષ વાજતે ગાજતે રેલી સ્વરૂપે પોતાની ઉમેદવારી પત્ર નામાંકન રજૂ કર્યું હતું અને તેમના નામનો જ મેન્ડેડ આવશે તેવું તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ ગુજરાત કોંગ્રેસને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ દ્વારા 37 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ભાજપના દાહોદ બેઠકથી કનૈયાલાલ કિશોરીની સામે હર્ષદ નિનામાને ઉતારાયા છે અને દાહોદ બેઠકને લઈને સત્તાવાર જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. જેમાં ગઈકાલે વર્તમાન ધારાસભ્ય વજેસિંહ પણદાએ ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું કોંગ્રેસ પ્રત્યેનું નામાંકન પત્ર દાહોદ 132 વિધાનસભા બેઠક ઉપરથી ભરવામાં આવ્યું હતું અને ચૂંટણી અધિકારી દ્વારા મેન્ટેડનું પૂછવામાં આવતા તેમને જણાવયું હતું કે પાછળથી મેન્ડેડ કોંગ્રેસ દ્વારા જમા કરાવવામાં આવશે, પરંતુ આજે 37 નામોની યાદી કોંગ્રેસે જાહેર કરી છે. તેમાં દાહોદ 132 બેઠક ઉપર ત્રણ ટર્મથી જીતતા આવતા વર્તમાન ધારાસભ્યનું પત્તુ કાપી યુવા ચહેરા તરીકે દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નિનામા ઉપર કોંગ્રેસ મોવડી મંડળે પસંદગી કળશ ઢોળ્યો છે. ત્યારે હવે વજેસિંગ પણદા કોંગ્રેસ પાર્ટી સાથે વફાદાર રહી હર્ષદ નિનામા ને મદદ કરશે કે પછી પાર્ટી જોડે બગાવત કરી અપક્ષમાં દાવેદારી નોંધાવશે. આવતીકાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ત્યારે આવતીકાલ સાંજ સુધીમાં દાહોદ વિધાનસભાનું પિક્ચર ક્લિયર થઈ જશે. તેમાં કોઈ બે મત નથી. અત્રે ઉલ્લેખની છે કે, કોંગ્રેસના વજેસિંહ પણદા છેલ્લા ત્રણ ટર્મથી દાહોદ બેઠક પર વિજયી રહ્યા છે. જોકે કોંગ્રેસ પાર્ટીના અતરંગ વર્તુળોમાં ચર્ચાઓ અનુસાર પાર્ટી હાઈ કમાન્ડ તેમજ મોવડી મંડળ દ્વારા વિધાનસભા બેઠક પર સર્વે અને સેન્સ દરમિયાન વજેભાઈ પણદાનો રિપોર્ટ કાર્ડ નેગેટિવ પહોંચ્યો હતો. સાથે સાથે તેઓ કોંગ્રેસ હાઈ કમાન્ડથી દુરી બનાવીને કેટલાક કાર્યક્રમોમાં ગેરહાજર રહ્યા હતા અને થોડા સમય પહેલા રાજસ્થાનના મંત્રી જોડે ગરમા ગરમી પણ તેમને ટિકિટ કપાયાનું કારણ હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ ગલાલીયાવાના સરપંચ તરીકે વર્ષોથી ચુંટાતા, તેમજ તાલુકા પંચાયત એપીએમસી સહિત દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે થોડાક સમયમાં નામના મેળવનાર અને દાહોદ જિલ્લાના સંગઠનમાં કરેલી મહેનત તેમજ પાર્ટી હાઈકમાન જોડે સારા સંબંધોને આધારે હર્ષદ નીનામાની ટિકિટ ફાઇનલ થઈ ગઈ હોવાનું ચર્ચા રહ્યું છે. ત્યારે હાલમાં થોડા સમય પહેલા વજુભાઈ પણદા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હોવાનું તેમજ ભાજપ જોઈન્ટ કરવાનું વાયૂવેગે ફેલાયું હતું. જોકે, ત્યારબાદ તેઓએ સોશિયલ મીડિયામાં સ્પષ્ટતા કરી હતી કે તેઓ કોંગ્રેસમાં જ છે. જોકે હવે તેઓને ટિકિટ કપાતા તેઓ બીજેપી જોઈન્ટ કરે છે અથવા કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરે છે. તે હાલ ભવિષ્યના ગર્ભમાં છે.