
દાહોદ, દાહોદ જિલ્લાના પોલીસવડા બલરામ મીણાની બદલી થતા દાહોદ જિલ્લાના નવા પોલીસવડા તરીકે ડો.રાજદીપસિંહ ઝાલાની નિમણૂંક કરવામાં આવી છે. આ પૂર્વે તેઓ અમદાવાદ એ.સી.પી. ક્રાઇમ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ ગુજરાતના મોરબી જિલ્લાના વતની છે.અમદાવાદ ખાતે ડીસીપી સાઇબર ક્રાઇમ તરીકેનો પદભાર પણ તેમણે સંભાળ્યો હતો. આઇપીએસ તરીકે ગુજરાત કેડર મળ્યાં બાદ તેમની પ્રથમ નિયુક્તિ વલસાડમાં એસ.પી. તરીકે થઈ હતી ત્યારે દાહોદ જિલ્લા પોલીસવડા બલરામ મીણાની બદલી થતાં દાહોદ જિલ્લાના નવા પોલીસવડા તરીકે તેઓની નિમણૂક કરવામાં આવી છે.અને તેઓએ વિધિવત રીતે દાહોદ જિલ્લા પોલીસવડા તરીકેનો પદભાર પણ સંભાળી લીધો છે.ત્યારે આજે તારીખ 3 ઓગસ્ટ 2023 ના રોજ તેઓએ ફતેપુરા પોલીસ મથકની મુલાકાત લીધી હતી અને ફતેપુરા પોલીસ મથકનું નિરીક્ષણ કર્યું હતું અને ફતેપુરા પોલીસ મથકના પીએસઆઇ જી.કે. ભરવાડને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. આમ દાહોદ જિલ્લાના નવ નિયુક્ત જિલ્લા પોલીસવડા ડોક્ટર રાજદીપ સિંહ ઝાલાએ ફતેપુરા પોલીસ મથકની મુલાકાત લીધી.