દાહોદ,
દાહોદનાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એ.બી. પાંડોરે જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે મતદાનના દિવસે એટલે કે તા. 5 ડિસેમ્બરના રોજ જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં ભરાતા અઠવાડિક હાટ બજાર કે મેળા ભરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. મતદાનના દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવી રાખવા માટે આ આદેશ કરાયો છે. આદેશનો ભંગ કરનાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે.