દાહોદ જીલ્લાના ખેડુતોએ પ્રાઈઝ સપોર્ટ સ્કીમહેઠળ ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન નોંધણી કરવી

ભારત સરકાર ધ્વારા ખેડુતોને આર્થિક રક્ષણ મળી રહે અને ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે એ હેતુથી દાહોદ જીલ્લાના ખેડુતોને વર્ષ -2023-24 માં પ્રાઈઝ સપોર્ટ સ્કીમ(ઙજજ) હેઠળ ઉનાળુ સીઝનમાં મગનો રૂા.8558/- પ્રતિ કિવન્ટલ ટેકાના ભાવે ખરીદી માટે આગામીતા.20/06/2024 થી ખરીદી શરૂ કરવાનું સરકાર દ્વારા નકકી કરવામાં આવેલ છે. જે અંતર્ગત દાહોદ જીલ્લામાં મગનું વાવેતર કરેલ હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડુતોએ ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી વી.સી.ઈ. મારફતે નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી શકશે. જેનો મહતમ લાભ લેવા જીલ્લાના ખેડુતોને જીલ્લા ખેતીવાડી અધિકારી, જીલ્લા પંચાયત, દાહોદ દ્વારાજણાવાયુંછે.