ગરબાડા, ગત તા. 22-6-2023ના રોજ રાતે ગરબાડા નગરના ભાભોર ફળિયામાં ત્રાટકેલી બાઈકચોર ટોળકીએ તેજાજી મંદીરની સામે લોક મારીને પાર્ક કરેલ તેજાજી મંદીરની સામે રહેતા વજસી ભીખાભાઈ આંબલીયા(આહીર)ની રૂપિયા 35000ની કિંમતની જીજે-06 એલ.પી-3116 નંબરની યામાહા મોટર સાયકલ, નયનભાઈની જીજે-20 એમ-5582 નંબરની હીરોહોન્ડા પેશન પ્રો. મોટર સાયકલ તથા અજયભાઈની રૂા. 15,000ની કિંમતની જીજે-20 એએફ-7030 નંબરની મોટર સાયકલ મળી ત્રણ મોટર સાયકલોના લોક તોડી કે ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી મોટર સાયકલનો ચોરીને લઈ ગયા હતા.
આ સંબંધે ગરબાડા, ભાભોર ફળિયા, તેજાજી મંદીરની સામે રહેતા વજસી ભીખાભાઈ આંબલીયા(આહીર)એ નોંધાવેલ ફરિયાદને આધારે ગરબાડા પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.