દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકા પંચાયત પટાંગણમાં “મારી માટી…મારો દેશ માટીને નમન, વીરોને વંદન” અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ગરબાડા, તારીખ 17 ઓગસ્ટના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં વીરોના બલિદાનને યાદ કરવા માટે શીલા ફલકમ અને 75 વૃક્ષો વાવીને દેશના ખૂણે ખૂણેથી માટી એકત્ર કરવા માટેના આહવાનનાં ભાગરૂપે આજે ગરબાડા તાલુકા પંચાયતના પટાગણમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સૌ પ્રથમ તિરંગા યાત્રા ગરબાડા ગ્રામ પંચાયતી નીકળી ગરબાડા નગરમાં થઈને તાલુકા પંચાયત કચેરીના પટાણગણમાં શીલા ફલકમ પર વંદન કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં નિવૃત્ત સેનાના સૈનિકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને તેમની દેશ સેવા અને દેશભક્તિને યાદ કરી તમામ નિવૃત્ત સૈનિકોનો સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ મનિષાબેન ગણાવા, ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે.એલ પટેલ, ગરબાડા પાર્ટી પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ, તાલુકા સભ્યો, જીલ્લા સભ્ય, ગ્રામ પંચાયતના સરપંચો સહિત સલગ્ન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.