દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા પંચાયતના બજેટની સામાન્ય સભા યોજાઈ

દાહોદ,દાહોદ જિલ્લાની ગરબાડા તાલુકા પંચાયતના સભા ગૃહમાં તાલુકા પંચાયતના બજેટની સામાન્ય સભા યોજાઈ હતી. આ સામાન્ય સભામાં કુલ 06 મુદ્દાના એ માટે સામાન્ય સભા યોજાઈ હતી અને આ સામાન્ય સભામાં વર્ષ 2023-24નું કુલ રૂપીયા 1098000000 નું વાર્ષિક અંદાજપત્ર સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. ઉપરાંત આ સામાન્ય સભામાં ઝરીબુઝર્ગ તાલુકા પંચાયત સીટ – 2 ના સભ્ય સતત ચાર મીટીંગમાં ગેરહાજર રહેતા તેમને સસ્પેન્ડ માટેની દરખાસ્ત સભામાં કરવામાં આવી હતી અને તેમને સસ્પેન્ડ કરવા કે ન કરવા તેની ચર્ચા કરાઈ હતી. ઉલ્લેખનીય છેકે, પંચાયત ધારાની જોગવાઈ મુજબ જો કોઈ સભ્યો કોઈપણ જાણ વગર સતત ત્રણ સભામાં ગેરહાજર રહે તો તેનું સભ્ય પદ રદ થાય તેવી જોગવાઈ છે, પરંતુ આ સભ્ય સતત પાંચમી મીટીંગમાં પણ ગેરહાજર રહ્યાં હતાં હવે જોવાનું રહ્યું કે, આવતી સામાન્ય સભામાં આ સભ્ય હાજર રહે છે કે તેમનું સભ્યપદ રદ થાય છે, તે સમયજ બતાવશે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સામાન્ય સભા પૂર્ણ થઈ હતી.