દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બોરિયાલા ગામની 19 વર્ષીય યુવતી ગુમ થતાં પિતાએ પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી

ગરબાડા,ગરબાડા તાલુકાના બોરિયાળા ગામના ગુંદરા ફળિયાની રહેવાસી જેમિકાબેન નરેશભાઈ ચંદુભાઈ ગત તારીખ 21/03/2023 ના રોજ પોતાના ઘરે થી સાંજના સમયે કોઈને કંઈ પણ કહ્યા વગર પોતાના ઘરેથી નીકળી ગઈ હતી અને ત્યાર પછી પરત ના ફરતા જેમિકાબેન પરમારના પિતા નરેશભાઈ ચંદુભાઈ એ પોતાની પુત્રી ઘરેથી નીકળી ગઈ હતી. તેની આસપાસ તેમજ સગા સંબંધીઓમાં તપાસ કરતા ન મળી આવતા તારીખ 03/05/2023 નારોજ ગરબાડા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.