ગરબાડા તાલુકાના ઝરીખરેલી ગામેથી એક ઈસમને ગેરકાયદેસર દેશી હાથ બનાવટના કટ્ટા સાથે દાહોદ LCB પોલીસે ઝડપી પાડ્યો છે. દાહોદ, ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ પોતાના પ્રસાર પ્રસારની કામગીરીમાં જોતરાઈ ગઈ છે. તેવા સમયે દાહોદ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ તે માટેની પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે મધ્યપ્રદેશ બોર્ડર તેમજ રાજસ્થાન બોર્ડર ઉપરથી પ્રવેશતા છુપા માર્ગો ઉપરથી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી રોકવા તેમજ કેશો શોધી કાઢવા માટે એલસીબી પોલીસ અગાઉ ગેરકાયદેસર હથિયારના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ ઉપર માહિતી મેળવવા માટે જુદી જુદી ટીમો બનાવીને નજર રાખવામાં આવી રહી હતી. ત્યારે ગરબાડા તાલુકાના ઝરી ખરેલી ગામેથી એક ઈસમને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડી તેની ધનિસ્ટ પૂછપરછ કરતા કઈઇ પોલીસને પકડાયેલા આરોપી દ્વારા જણાવાયું હતું કે, તેના પિતા સબલાભાઈ મુછાભાઈ બામણીયા ઘણા સમય પહેલા આ હથિયાર કયાંકથી લાવ્યા હતા. તે હથિયાર કોની પાસેથી લાવ્યા તેની પકડાયેલા આરોપીને ખબર ન હતી. ત્યારે કઈઇ પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયેલા આરોપી લક્ષમણ સબલા બામણીયાની પાસેથી હાથ બનાવટનો ગેરકાયદેસર કટ્ટો કબ્જે કરી દાહોદ LCB પોલીસે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે..