દાહોદ જિલ્લાના ગરબાડા પોલીસ મથકે આગામી રામનવમી ના તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિ બેઠક યોજાઈ

  • ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે.એલ પટેલની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઇ.

દાહોદ,

પ્રાપ્ત માહિતી અનુસાર આજે તારીખ 28 માર્ચના રોજ ગરબાડા પોલીસ મથકે આગામી રામનવમીના તહેવારને લઈને ગરબાડા પોલીસ મથકે પી.એસ.આઇ જે.એલ.પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ મીટીંગનો આયોજન કરવામાં આવ્યું હતું. જે મિટિંગમાં હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવાનો આ શાંતિ સમિતિ બેઠકમાં જોડાયા હતા અને ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે. એલ.પટેલ દ્વારા તમામ લોકોને તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેમ જ કલેકટરના જાહેરનામાની સમજણ આપવામાં આવી હતી અને હિન્દુ અને મુસ્લિમ ભાઈઓને તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી.