દાહોદ જિલ્લાના ગરબાડાના નવાફળિયા નાકાવાળા ખેતરના સેડા ઉપરથી પ્રેમચંદભાઈ નેવાભાઈ મોહનીયાની મૃત હાલતમાં લાશ મળી આવતા પંથકમાં ચકચાર

દાહોદ,

ગરબાડા તાલુકાના નવા ફળિયા ખાતે રહેતા 60 વર્ષિય પ્રેમચંદભાઈ નેમાભાઈ મોહનીયા ગત તારીખ 18 જાન્યુઆરીના રોજ બપોરના ત્રણેક વાગ્યાના સમયે ઘરેથી પોતાના નાકાવાળા ખેતરમાં ઘઉંની દેખરેખ માટે ગયા હતા અને સાંજ સુધી તેઓ ઘરે જ પરત ન ફરતા તેઓના પરિવારના લોકો દ્વારા તેમની શોધ ખોળ હાથ ધરવામાં આવી હતી. તેઓની શોધ કરતા પ્રેમચંદભાઈ નેમાભાઈ મોહનિયા મૃત હાલતમાં તેઓના ખેતરના સેડા ઉપર બોરના ઝાડની નીચે મળી આવતા કૈલાશભાઈ પ્રેમચંદભાઈ મોહનિયા દ્વારા ગરબાડા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસ દ્વારા મૃતદેહને કબજે કરી પોસ્ટમટન અર્થે નવા ફળિયા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.