
દાહોદ,ગરબાડામાં હનુમાન મંદિર પાછળ ત્રણ વર્ષીય બાળક પાણીની ટાંકીમાં પડી જતા બાળકનું મોત નિપજ્યું હતું. આજે વહેલી સવારે ગરબાડા હનુમાન મંદિર પાછળ રહેતા અને પકોડીનો ધંધો કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા પરપ્રાંતિય ઘનશ્યામભાઈ શરમળભાઈ કુશવાની છોકરી ખુશ્બુબેનનો ત્રણ વર્ષીય બાળક અનુરાગ વહેલી સવારે ઓકે આંગણામાં રમતો હતો. પરીવારજનો ઘરકામ કરતાં હતાં. થોડીવાર પછી બાળક ઘરનાં આંગણામાં ન દેખાતા પરિવારજનો આજુબાજુ શોધવા લાગ્યા હતા. ત્યારે ટાંકીનું ઢાંકણ ખુલ્લું દેખાતા ટાંકીની અંદર શોધખોળ કરતા અનુરાગ પાણીમાં ડૂબેલી હાલતમાં મળી આવ્યો હતો. બાહર કાઢી તપાસતા તેનું મોત નિપજ્યું હતું. ત્રણ વર્ષીય માસુમ બાળકનું મોત થતા પરિવારમાં શોખનું મોજુ ફરી વળ્યુ હતું. આ બાબતની જાણ પરિવારના લોકોએ પોલીસને કરતા પોલીસે બાળકના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ગરબાડા સી.એચ.સી. ખાતે મોકલી અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી.