
- જ્યુસ તેમજ ફરસાણની 10 દુકાનો ઉપરથી તેલ તેમજ માવાની ગુણવતાની ચકાસણી હાથ ધરાઈ.
દાહોદ, પ્રાપ્ત માહિતી અનુસાર ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી વી.ડી. રાણાના માર્ગદર્શન હેઠળ ગરબાડા નગરમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આજે ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જ્યુસની તેમજ ફરસાણની 10 દુકાનો ઉપર ફ્રુટ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પી.પી. સી કરીને તેલના તેમજ માવાની ગુણવત્તા ચકાસવામાં આવી હતી હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે અને દુકાનદારો તગડો નફો રળી લેવા માટે ભેળસેલ યુક્ત પદાર્થો મેળવીને લોકોના સ્વાસથ સાથે છેડા કરતાં હોય છે. જેને લઇને આજે ફુડ વિભાગ દ્વારા ગરબાડા નગરમાં જુદી જુદી ફરસાણની દુકાનો તેમજ જ્યુસની હાટડીયો ઉપર સર્વે કર્યોં હતો અને જયુસ તેમજ ખાદ્ય પદાર્થોના પી.પી.સી કરીને તેલ તેમજ માવાની ગુણવત્તા ચકાસવામાં આવી હતી. ગરબાડા નગરમાં ફુડ વિભાગના ધરોડા પડતા ભેળસેળ યુક્ત પદાર્થો વેચતા વેપારીઓમાં ગભરાટ નો માહોલ જોવા મળ્યો હતો.