
દાહોદ,
જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન માર્ગદર્શિત યોગ શિક્ષણ તાલીમ શિબિર બીઆરસી ભવન ગરબાડા ખાતે યોજવામાં આવી. જેમાં કુલ 27 તાલીમાર્થી શિક્ષક ભાઈઓએ ભાગ લીધો અને આ યોગ શિક્ષણ તાલીમમાં ઇનડોર અને આઉટડોર ગેમની એક્ટિવિટી કરાવવામાં આવશે. જેમાં આ એક્ટિવિટી શીખ્યા પછી તમામ શિક્ષકો પોતાની શાળામાં જઈને બાળકોને પણ આવી જ એક્ટિવિટી કરાવશે તે હેતુથી ગરબાડા તાલુકામાં બીઆરસી ભવન ખાતે યોગ શિક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.