દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના ઇન્ચાર્જ એ.પી.ઓનો વધુ એક ભ્રષ્ટાચાર સામે આવ્યો

દાહોદ,ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના મનરેગા શાખાના ઇન્ચાર્જ એપીઓ બળવંત લબાના દ્વારા 20 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ સહિતની રજૂઆત કરવામાં આવી હતી. તેમની શાહી હજી તો સુકાઈ નથી ત્યાં આ જ ઇન્ચાર્જ એપીઓ બળવંત લબાના દ્વારા વધુ એક ભ્રષ્ટાચાર આચર્યો હોવાની રજૂઆત તાલુકાથી લઇ જીલ્લાકક્ષા સુધી કરાતા ફતેપુરા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ફતેપુરા તાલુકાના વાંગડ ગામના લાભાર્થી કામદાર ડામોર શંકરભાઈ રાવજીભાઈ તથા તેના ગામના અન્ય 5 લાભાર્થીઓ દ્વારા લેખિતમાં વિગતવાર તાલુકા કક્ષાએથી જીલ્લા કક્ષાએ રજૂઆત કરીને જણાવવામાં આવ્યું છેકે, ઇન્ચાર્જ એપીઓ બળવંત લબાના દ્વારા તેઓ પાસેથી વર્ક કોડ પાડવાના અને એસ્ટીમેન્ટ બનાવવા તાંત્રિક મંજૂરી મેળવવા તથા વહીવટી મંજૂરી માટે જુદા-જુદા ભાવે ચા પાણીના નાણાં લેવામાં આવે છે અને તેઓના કામોની વહીવટી મંજૂરી માટે ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના ઇન્ચાર્જ એપીઓ બળવંત લબાના દ્વારા રૂપિયા 95 હજાર લેવામાં આવ્યા છે. આ બાબતે લેખિતમાં વિગતવાર તાલુકા કક્ષાએથી જીલ્લા કક્ષા સુધી વાંગડ ગામના લાભાર્થી કામદાર ડામોર શંકરભાઈ રાવજીભાઈ તથા ગામના અન્ય પાંચ લાભાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને તેઓની રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે ફરી એક વખત તાલુકા કક્ષાએ અને જીલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવશે અને ત્યારબાદ પણ તેઓની રજૂઆત કાને ધરવામાં નહીં આવે તો લાભાર્થીઓએ આંદોલન તેમજ ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.

Don`t copy text!