દાહોદ,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ચાલી રહેલા સ્વચ્છ ભારત અભિયાનને જન આંદોલન બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં આગામી બે માસ સુધી પ્રતિ દિન સ્વચ્છતા કાર્યક્રમો યોજવાની પહેલ કરી હતી.
ગામડું સ્વચ્છ બનશે, તો દેશ સ્વચ્છ બનશે આ વિચારને ખરેખર અમલી બનાવ્યો છે. દાહોદ જીલ્લામાં ફતેપુરા તાલુકાના માધવા ગ્રામ પંચાયતની આ કામગીરીમાં ગામ લોકો પણ પૂરતો સહયોગ આપે અને ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે અપીલ કરવામાં આવી હતી. મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાલક્ષી વિચારોને આજે ગુજરાતનો જન જન સાર્થક કરી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન પૂરજોશમાં આગળ ધપી રહ્યુ છે. તે અંતર્ગત દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના માધવા ગ્રામ પંચાયત પર સ્વચ્છતા હી સેવા 2023 કાર્યક્રમ અંતર્ગત સાફ સફાઇની કામગીરી તેમજ સ્વચ્છતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યકમમાં ગ્રામ પંચાયતના સભ્ય ઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.