દાહોદ,ફતેપુરા તાલુકાના ઢઢેલા ગામે નિસરતા ફળિયામાં રહેતાં રાજુભાઈ નાનજીભાઈ પારગીએ પોતાની મોટરસાઈકલ ગત તા.08મી ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે રાજુભાઈ નાનજીભાઈ પારગીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.