દાહોદ જીલ્લાના ફતેપુરા નગરની બાલાજી સોસાયટીમાં દિવાલ બાંધવા બાબતે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાઈ

દાહોદ, ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે બાલાજી સોસાયટીમાં દિવાલ બાંધવા બાબતે ધીંગાણું થયું હતું. આ બાબતે બંને પક્ષોએ સામ સામે ફરિયાદ નોંધાવી છે. જેના પગલે ફતેપુરા પોલીસે કુલ 6 ઈસમો સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેમાં ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે બાલાજી સોસાયટીમાં રહેતા દીપક પૂનમચંદ ડબગરની ફરિયાદના આધારે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે રહેતા બીપીન નટવર કલાલ, યશવંત ઉર્ફ હસુ હરિશ્ચંદ્ર કલાલ અને જયેશ પ્યારેલાલ કલાલ એમ 3 ઈસમો સામે ફતેપુરા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે જુના બસ સ્ટેશન વિસ્તારમાં રહેતા બીપીન નટવર કલાલની ફરિયાદના આધારે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે બાલાજી સોસાયટીમાં રહેતા દીપક પૂનમચંદ ડબગર, રાકેશ અવધેશ સિંહ સોલંકી અને કિરીટ મોહનલાલ ડબગર એમ 3 ઈસમો સામે ફતેપુરા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આમ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે બાલાજી સોસાયટીમાં દિવાલ બાંધવા બાબતે બંને પક્ષોએ સામ સામે ફરિયાદ નોંધાવતા ફતેપુરા પોલીસે કુલ 6 ઈસમો સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.