દાહોદ જિલ્લાના ફતેપુરા ગામે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરી ગર્જના ભાજપ 26 સીટો જીતશે સભામાં ઉમટ્યું જન મહેરામણ

દાહોદ,દાહોદ જિલ્લાના ફતેપુરા ગામે આજે દાહોદ લોકસભાના ભાજપના ઉમેદવાર જસવંતસિંહના પ્રચાર માટે જીજય વિશ્વાસ સંમેલનમાં આવ્યા હતા આ સભામાં સ્વાગત પ્રવચન જિલ્લા પ્રમુખ શંકર અમાલિયાર એ કર્યું હતું ત્યાર પછી સભાનું સબોધન કરતા દાહોદ જિલ્લાના ભાજપના સંસદના ઉમેદવાર જસવંતસિંહ એ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ એ 70 વર્ષમાં કોઈ કામ નથી કર્યા દાહોદ માટે પીવાના પાણી, સિંચાઈ નું પાણી ની કોઈ વ્યવસ્થા નોટો કરી ભાજપની સરકારે હાફેશ્વર અને કડાણા થી પાણી પૂરું પાડવાની યોજનાઓ શરૂ કરી, આજ કોંગ્રેસ દાહોદમાં ઝાયડસ સિવિલ શરૂ થયું તો તેનો વિરોધ કરતી હતી વિચાર કરો જો કોરોના વખતે ઝાયડસ હોસ્પિટલ ના હોત તો આપડી શું સ્થિતિ થતી, કોંગ્રેસ માત્ર વિરોધનું રાજકારણ કરે છે, 1475 કરોડનું મફત અનાજ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રની મોદી સરકાર આવનાર વર્ષોમાં પણ આપવાની છે.

દાહોદના ફતેપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ કહ્યું હતું કે તમેજ કો ચાલો કોની ગેરંટી ચાલે કોઈ છે એવું કે જેની ગેરંટી ચાલે ના ચાલે મોદી ની ગેરંટી સામે કોઈ ની ગેરંટી ના ચાલે બેંકમાં લોન માટે ની ગેરંટી હોય કે ખેતી ક્ષેત્રે, આરોગ્ય ની ગેરંટી, અને દેશને વિકસિત દેશોમાં મજબૂત સ્થિતિમાં 11માં સ્થાને થી 5માં સ્થાને અને હવે ત્રીજા સ્થાને લાવાની વાત હોય આ નરેન્દ્રભાઇ ના વિઝન ની તાકાત છે કે દેશને અગ્રીમ હરોળમાં ઊભો કરી દિધો છે અને એમના વાયબ્રન્ટ ગુજરાતની સફળ યોજના ના ગુજરાતમાં 10 વર્ષ પૂર્ણ થયા અને જેના પરિણામે 100 જેટલી મોટી કંપનીઓ એ ગુજરાતમાં પોતાનું રોકાણ કર્યું છે અને જેના કારણે આજે ગુજરાત રોજગારીમાં આવેલ સ્થાને આવ્યું છે આ નરેન્દ્રભાઇ મોદી સરકારની ઉપલબ્ધિ છે એમની તપશ્ચર્યા નું ફળ છે હવે આપડે એમને અબકી બાર ચારસો પાર પહોચાડવામાં છે અને એના માટે આપડે આપડા દાહોદના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરને 5લાખથી વધુ બહુમતી થી જીત અપાવી દિલ્હી મોકલવાના છે.