ફતેપુરા,
ફતેપુરા તાલુકાના જાંબુડી ગામે દેવ દિવાળીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ દેવ દિવાળીના તહેવારના દિવસે આદિવાસી સમાજ ખૂબ ધામધૂમથી ઉજવણી કરતો હોય છે અને આ દિવસે ખત્રીઓને પૂજા કરવામાં આવે છે. વર્ષ દરમિયાન મૃત્યુ પામેલ વ્યક્તિઓના સીરા રોપવામાં આવે છે અને દરેક ગામે બકરા, કુકડાની બલી આપવામાં આવે છે. જેથી જાંબુડી ગામે યુવાનો દ્વારા આ રિવાજમાં થોડો સુધારો કરવામાં આવ્યો અને બકરા, કુકડાની બલીના બદલે ફળનું હોમ હવન કરીને ખત્રીઓની પૂજા કરવાની શરૂઆત છેલ્લા ત્રણેક વર્ષથી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ વર્ષે પણ આ રીતે ફળનો હવન કરી દેવ દિવાળી તહેવારને ઉજવણી કરવામાં આવી. જે આદિવાસી સમાજ માટે ઉદાહરણરૂપ કાર્યની પહેલ કરેલ છે. પિતૃદેવો ખત્રીઓ ભાવના ભૂખ્યા હોય છે. તેમને ફળ આપો તો પણ તેઓ રાજી થઈને આશીર્વાદ આપતા હોય છે.
પિતૃદોની પૂજા-આરતી બાદ સ્નેહ મિલન કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં પિતૃદેવોની સાથે સાથે ઉપસ્થિત સૌ વડીલોના પણ આશીર્વાદ લેવામાં આવ્યા અને આગામી સમયમાં સમાજને અન્ય સમાજને હરોળમાં કઈ રીતે લઈ શકાય સમાજના વિકાસ અને સ્થાન માટે શું કરી શકાય તથા બાળકોને શિક્ષણ અને સંસ્કાર કેવી રીતે આપી શકાય તેની જાણકારી શંકરભાઈ કટારા દ્વારા આપવામાં આવી આ કાર્યક્રમમાં ગામ માંથી મોટી સંખ્યામાં જવાબદારી ઉપસ્થિત રહ્યા હતા. તેઓને દિલીપભાઈ શકુભાઈ તરફથી ભોજન પ્રસાદ આપવામાં આવ્યો તથા આવતા વર્ષના પ્રોગ્રામમાં ભોજન પ્રસાદ વિજયભાઈ કટારા દ્વારા આપવાની જાહેરાત કરવામાં આવી. દિનેશભાઈ કટારા તરફથી મંડપ અને રસોડોની સેવા પૂરી પાડી સુરસિંહભાઈ કટારાએ પાણીની સુવિધા પુરી પાડી કલ્પેશભાઈ અને યુવા ટીમ દ્વારા સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી આ રીતે દેવ દિવાળીના તહેવાર મનાવ્યો હતો.