129 વિધાનસભા ફતેપુરાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રમેશભાઈ કટારા ની પસંદગી કરવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રમેશભાઈ કટારા જાહેર તથા ફતેપુરા નગરમાં ટેકેદારો દ્વારા ફટાકડા ફોડી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. દાહોદ, ગુજરાત રાજ્યના વિધાનસભાની ચૂંટણી જાહેર થતા દરેક પાર્ટી પોતાના ઉમેદવારો જાહેર કરે છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી માંથી ફતેપુરા વિધાનસભાના ઉમેદવાર તરીકે રઘુભાઈ દીતાભાઈ મછારને જાહેર કર્યા. આપ પાર્ટી પોતાના ઉમેદવાર ગોવિંદભાઈ દલાભાઈ પરમારને જાહેર કરવામાં આવેલ છે. ભાજપ પાર્ટી દ્વારા આજરોજ ગુજરાત સરકારના વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાને જાહેર કરવામાં આવેલ છે. રમેશભાઈ કટારોનું નામ જાહેર થતાં ફતેપુરા માટે ટેકેદારો દ્વારા ફટાકડા ફોડી ખુશી મનાવવામાં આવી હતી. ફતેપુરા વિધાનસભામાં ત્રિ-પંખીઓ જંગ થવાના એંધાણ જોવાઈ રહ્યા છે.