દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના ઝાબુ ગામેથી SOG પોલીસે દેશી બનાવટની રિવોલ્વર સાથે એકને ઝડપી પાડ્યો

દાહોદ, દાહોદ એસઓજી પોલીસે દેશી હાથ બતાવટની રિવોલ્વર સાથે કુલ કિંમત રૂપિયા 20,000 હજારના મુદ્દામાલ સાથે એક ઈસમ ઝડપી પાડ્યો.

ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીલ્લા એસપીના માર્ગદર્શન મુજબ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે અરસામાં જજ્ઞલ શાખાના કર્મીઓને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે ઝાબુ ગામે થી ચિતવા ફળીયા તરફથી જેસાવાડા જતા એક ઈસમ સફેદ કલરનો શર્ટ પહેરી દેશી હાથ બનાવટની રિવોલ્વર લઈને પ્રસાર થઈ રહ્યો છે. તેવી બાતમીના આધારે પોલીસે ઝાબુ ગામે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમીના વાળા ઇસમને પોલીસે કોર્ડન કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી અરવિંદ બારીયા નામના ઇસમને દેશી હાથ બતાવટની રિવોલ્વર સાથે કુલ કિંમત રૂપિયા 20,000 હજારના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.