દાહોદ જિલ્લાના ધાનપુર જિલ્લાના ધાનપુર તાલુકામાં જુદી જુદી જગ્યાએ બનેલા ગમખ્વાર અકસ્માતના બે બનાવોમાં બે જણાના સ્થળ પર મોત નિપજ્યું

દાહોદ,

ધાનપુર તાલુકામાં ગમખ્વાર અકસ્માતના બનેલા બે બનાવો પૈકીનો એક બનાવ સાંજના સુમારે ભોરવા ગામના ડોઝગર ફળીયામાં પાકા ડામર રોડ પર બનવા પામ્યો હતો. જેમાં ઘોડાઝર ગામના બારીયા ફવિયામાં રહેતા 42 વર્ષીય દિનેશભાઈ રામાભાઈ બારીયા પોતાના કબજાની જીજે-20 એ.એન-2519 નંબરની હોન્ડા સાઈન મોટર સાયકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ જતાં ચાલકની ગફલત અને મોટર સાયકલની વધુ પડતી ઝડપને કારણે મોટર સાયકલ સ્લીપ ખાઈ જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ પરથી ફંગોવાઈ રોડ પર પટકાયેલા દિનેશભાઈ રામાભાઈ બારીયાને શરીરે નાની મોટી ઈજાઓ તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

આ સંબંધે મરણજનાર દિનેશભાઈ બારીયાના પુત્ર નરેશભાઈ દિનેશભાઈ બારીયાએ નોંધાવેલી ફરિયાદને આધારે ધાનપુર પોલીસે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે ધાનપુર તાલુકામાં ગમખ્વાર અકસ્માતનો બીજો બનાવ બપોરના બાર વાગ્યાના સુમારે ઘોડાઝર ગામે બનવા પામ્યો હતો. જેમાં એક વાહન ચાલક તેના કબજાની જીજે-20 એ.એચ-8403 નંબરની ઈકો ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ સામેથી આવતી જીજે-20 ઈ-2227 નંબરની મોટર સાયકલને જોશભેર ટક્કર મારી દેતા ચોર બારીયા ગામના મોટર સાયકલ ચાલક 25 વર્ષીય મહેશભાઈ મોતીભાઈ બારીયાને શરીરે નાની-મોટી ઈજાઓ થતાં તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે ઈકો ગાડીનો ચાલક તેના કબજાની ઈકો ગાડી સ્થળ પર જ મૂકીને નાસી ગયો હતો.

આ સંબંધે ચોરબારીયા ગામના મરણજનાર મહેશભાઈ બારીયાના પિતા મોતીભાઈ રૂપસીંહભાઈ બારીયાએ નોંધાવેલી ફરિયાદને આધારે ધાનપુર પોલીસે ઈકો ગાડીના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.