દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નગર પાલિકા શુક્રવારી હોકર્સ ઝોનમાં 73 શેડની ઐતિહાસિક હરાજી યોજાઈ

  • નગર પાલિકાના વાર્ષિક 40 લાખ 60 હજાર ઉપરાંતની ભાડાની આવક વધી.

દાહોદ,

દેવગઢ બારીયા નગર પાલિકા દ્વારા શુક્રવારી હોકર્સ ઝોન બનાવી ફોલ્ડિંગ શેડ વાળું માર્કેટ ડેવલોપમેન્ટ કરવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં પહેલા ફેસમાં કુલ 22 શેડ તૈયાર થઈ ગયા હતા. જેને હરાજી પ્રથમ તબક્કામાં યોજાઇ હતી. જેમાં 10 લાખ જેટલી આવક થઈ હતી. જ્યારે તારીખ 21 ફેબ્રુઆરીના રોજ નગર પાલિકા કોમ્યુનિટી હોલ ખાતે 73 શેડની હરાજી યોજાઇ હતી. જે નગર પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાઈ હતી. જેમાં 40 લાખ 60 હજારની આવક થઈ હતી. જેમાં નગરના 71 જેટલા વેપારીઓએ પોતાને વેપાર ધંધો કરવા માટે શેડ લીધો હતો. દેવગઢ બારિયા નગર પાલિકા કોમ્યુનિટી હોલમાં રાખવામાં આવી હતી. જેમાં 50,000 રૂપિયા ડિપોઝિટ ભરી બોલી બોલી શકાતું હતું. જેમાં દુકાન ભાડાની અપસેટ કિંમત રૂા.3,000 હતું. જેમાં ભાડાની હરાજી થતા વિવિધ વેપારીઓ અલગ અલગ ભાડાથી પોતાને મનગમતી શેડમાં હરાજી બોલી ઐતિહાસિક હરાજી થઈ હતી. જેમાં નગર પાલિકાની કુલ આવક 40 લાખ 60 હજાર ની 11 માસની ઉપસ્થિત થઈ હતી. દેવગઢ બારીયા નગર પાલિકા આવકમાં વધારો થતા નગર પાલિકાની સ્થિતિ ખૂબ સુધારો થઈ જશે અને વેપારીઓને પણ એક નવું માર્કેટ પ્લેટફોર્મ ઉભુ કરવામાં આવ્યું છે. દેવગઢ બારીયા નગર પાલિકા માર્કેટ 163 વેપારીઓની શેડ થી સજજ થશે. જેમાં વેપાર ધંધા અને શહેરી ફરિયાઓને રોજગારી મેળવવાની ઉત્તમતક નગર પાલિકા દ્વારા ઉભી કરવામાં આવી છે.

આ બાબતે દેવગઢ બારીયા નગર પાલિકા પ્રમુખ ડોક્ટર ચાર્મી સોની એ જણાવ્યું હતું કે, શુક્રવારે હોકર્સ ઝોનમાં એક બારીયા સૌથી મોટું માર્કેટ ઉભું થશે. જેનાથી વેપાર ધંધામાં લોકોનો વધારો થશે.

આ શુક્રવારી શેડમાં હાઈ મસ્ટ લાઈટ, સિક્યુરિટી ગાર્ડ, રોડ, આરસીસી પ્લેટફોર્મ, અંડર ગ્રાઉન્ડ ગટર, સુવિધાઓ નગર પાલિકા દ્વારા પૂરી કરવામાં આવશે તથા શુક્રવારી માંથી બસ સ્ટેન્ડ તરફ અને પાછળના ભાગે પણ નવીન રસ્તાઓનું આયોજન કરવામાં આવશે. આમ, દેવગઢ બારીયા નગર પાલિકા દ્વારા 73 ફોલ્ડિંગ શેડની હરાજી કરતાં 71 વેપારીઓએ કુલ 40 લાખ 60 હજારની રકમનું ભાડું બોલી નગર પાલિકાની આવકમાં વધારો કર્યો હતો.

આમ, દેવગઢ બારીયામાં વિકાસના કામો સાથે સાથે વેપારીઓ માટે હોકસ ઝોન પણ ઊભો કરવામાં આવ્યો

બોક્સ: દેવગઢ બારીયાનો વિકાસ એ જ અમારો સંકલ્પ…

દેવગઢ બારીયા નગર પાલિકાના શુક્રવારી હોક્રસ ઝોન ફેસ-2 ની 73 ફોલ્ડિંગ શેડની હરાજી થઈ હતી. જેમાં ઇતિહાસમાં પ્રથમ વખત 71 વેપારીઓને ભાડે શેડ આપી જેની નગર પાલિકાને 40 લાખ 60 હજારની આવક ઊભી થઈ હતી. નગરના સ્થાનિક નાના મોટા વેપારીઓએ પોતાનો વેપાર કરવા શેડ લીધો હતો. આ ઐતિહાસિક હરાજી સફળ કરવામાં તમામનો ખુબ ખુબ આભાર માનીએ છીએ.