દાહોદ જીલ્લાના દેવગઢ બારીયા નગરના રાણીવાવ ફળીયામાંથી અને ચેનપુર ગામે આમ બન્ને સ્થળેથી જુગાર ધામ સાથે આરોપીઓને પોલીસે ઝડપી પડયા

દાહોદ, દાહોદ દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનની પોલીસ ટીમે જુગાર ધામ ઝડપી પાડ્યું જે દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા નાઓએ દારૂ, જુગાર જેવા સ્થળોએ રેડ પડી કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ સુચના આપેલ હોઇ તેમજ લીમખેડા મદદનીશ પોલીસ અધિક્ષક બિશાખા જૈન નાઓએ પણ જરૂરી માર્ગદર્શન અને સુચના આપેલ જે અનુસંધાને દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનના સિ.પો.સબ. ઇન્સ. સી.આર.દેસાઈ નાઓ પોલીસ ટીમ સાથે રાખી પેટ્રોલીંગમા નીકળેલ હતા. તે દરમિયાન સિ.પો. સબ.ઇન્સ. સી.આર. દેસાઈ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, દેવ.બારીયા રાણીવાવ ફળીયામાં રહેતા નંદકિશોર લાલચંદ મોચીના રહેણાંક મકાનની પાછળ લાઇટના અંજવાળે કેટલાક ઇસમો ગોળ કુંડળુ વળી પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમી રહ્યાં હોવાની માહીતી આધારે જુગારની રેઇડ કરતા રૂ.2920/- ની રોકડ, મોટર સાયકલ 1 જેની કિ. રૂા.30,000/- અને મોબાઇલ નંગ 3 જેની કિ. રૂા.12,000/- આમ કુલ મળી કિ. રૂા.44,920/- ના મુદ્દામાલ સાથે (1) રોનકભાઇ રાજેશભાઇ અગ્રવાલ રહે. દેવ.બારીયા બસ સ્ટેશનની પાછળ (2) પ્રશાંતભાઇ કનુભાઇ મકવાણા રહે. દેવ.બારીયા રાણીવાવ ફળીયું (3) આદીબ હકીમભાઇ શેખ રહે.દેવ.બારીયા કસ્બા મસ્જીદ ફળીયુ (4) સહીદ દાદમહમ્મદ શેખ રહે. દેવ.બારીયા રાણીવાવ ફળીયું (5) નંદકિશોર લાલચંદ મોચી રહે.દેવ.બારીયા રાણીવાવ ફળીયું આમ કુલ પાંચ ઇસમોને ઝડપી પડ્યાં.

દેવગઢ બારીયાના ચેનપુર ગામેથી જુગાર રમતા (12) આરોપીઓને ઝડપી પડ્યા. દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનના સિ.પો.સબ.ઇન્સ. સી.આર.દેસાઈ પોલીસ ટીમ સાથે રાખી પેટ્રોલીંગમાં નીકળેલ હતા. તે દરમ્યાન સિ.પો.સબ.ઇન્સ. સી.આર. દેસાઇ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ચેનપુર ગામે ચોકડી ઉપર ખુલ્લી જગ્યામાં કેટલાક માણસો ગોળ કુંડાળુ વળી પત્તા પાના વડે હારજીતનો જુગાર રમી રમાડતો હોવાની માહીતી આધારે જુગારની રેઇડ કરતા રૂ.11,180/- ની રોકડ મોટર સાયકલ 3 જેની કિ. રૂ. 55,000/- મોબાઇલ 6 જેની કિ. રૂા.34,000/- મળી કુલ કિ.રૂા. 1,00,180/- ના મુદ્દામાલ સાથે કુલ બાર (12) ઇસમોને ઝડપી પડ્યા અને પોલીસને જોઈ ભાગ જનાર (6) આરોપીઓ આમ કુલ મળી 18 આરોપીઓ વિરૂધ્ધ દેવ.બારીયા પોલીસ સ્ટેશન ખાતે જુગારનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

દેવગઢ બારીયાના ચેનપુર ગામેથી જુગાર રમતા (1) અર્જુનભાઇ અમરાભાઇ મેઘવાળ રહે. ઉચવાણ (2) કિરીટભાઈ સોમાભાઈ પટેલ રહે. ઉચવાણ (3) કરશનભાઈ કનાભાઇ મેઘવાળ રહે. ઉચવાણ (4) ગૌરાભાઇ શનાભાઇ મેધવાળ રહે. ઉચવાણ (5) મોહનભાઇ મુળાભાઇ મેઘવાળ રહે. ઉચવાણ (6) જેઠાભાઇ ગોરાભાઈ મેધવાળ રહે. ઉચવાણ (7) નાનાભાઇ ગોકળભાઈ પટેલ રહે. ઉચવાણ (8) મહેશભાઈ અમરાભાઇ મેઘવાળ રહે. ઉચવાણ (9) પેથાભાઇ ધનાભાઇ મેઘવાળ રહે.ઉચવાણ (10) પપ્પુભાઇ દેવાભાઇ મેધવાળ રહે. ઉચવાણ (11) લક્ષ્મણભાઇ શનાભાઇ મેઘવાળ રહે. ઉચવાણ (12) દિનેશભાઇ છત્રસિંહ પટેલ રહે. ઉચવાણ 12 ઇસમોને ઝડપી પડ્યાં.

વોન્ટેડ આરોપીઓ :-

(1) પુનાભાઇ દેવાભાઇ મેઘવાળ રહે. ઉંચવાણ (2) નરેશભાઈ માનાભાઇ મેધવાળ રહે. ઉચવાણ (3) હરેશભાઇ માનાભાઇ મેઘવાળ રહે. ઉચવણ (4) અમરાભાઈ ભુરાભાઇ મેધવાળ રહે. ઉચવાણ (5) ચકાભાઇ નારસીંગભાઇ પટેલ રહે. ઉચવાણ (6) રમેશભાઇ નાનસીંગ પટેલ રહે. ઉચવાણ તમામ તા.દેવ બારીયા જી. દાહોદ નાઓને વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.