દાહોદ જીલ્લાના દાહોદ તાલુકાના બાવકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મૂળકા પ્રાથમિક શાળામાં વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવી

દાહોદ જીલ્લાના દાહોદ તાલુકાના બાવકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મૂળકા પ્રાથમિક શાળામાં વિશ્ર્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવી

દાહોદ,સિકલસેલ એનિમિયા નાબુદી કાર્યક્રમ અંતર્ગત 19જૂન 2024 વિશ્વ સિકલસેલ દિવસ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદયકુમાર તિલાવટ, એપેડેમિક મેડિકલ ઓફિસર ડો. નયન જોશી જીલ્લો દાહોદ અને તાલુકા આરોગ્ય અધિકારી ડો. ભગીરથ.એન.બામણીયાના માર્ગદર્શન હેઠળ તારીખ 19 જૂન 2024 ના રોજ દાહોદ તાલુકાના બાવકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મૂળકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મૂળકા પ્રાથમિક શાળા માં વિશ્ર્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સિકલસેલ રોગ વિશે સમજણ આપવામાં આવી. સિકલસેલ એનિમિયા રોગના લક્ષણો, સિકલસેલ દર્દીઓ એ લેવાની કાળજી સિકલસેલની સારવાર વિશે સમજાવવામાં આવ્યું. તેમજ આવનાર પેઢીને સિકલસેલ રોગથી કેવી રીતે બચાવી શકાય તેના વિશે સમજણ આપવામાં આવી.. આ કાર્યક્રમ માં બાવકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર આયુષ ડો. પન્નાબેન ડામોર, સી. એસ. ઓ. તેમજ સિકલ સેલ કાઉન્સેલર, શાળાના આચાર્ય તેમજ શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહિયા હતા.

આજ રોજ સિકલસેલ દિવસ નિમિતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાળા તથા વિશ્વકર્મા ઉચ્ચતર માધ્યમિક શાળાનાં ઉપક્રમે રેલીનું આયોજન કરવામાં આવેલ તેમાં શાળાના બાળકોને સિક્લસેલ રોગ વિશે મેડિકલ ઓફિસર દ્વારા બાળકોને રોગ વિશે માહિતગાર કરવા માં આવ્યા તેમજ બાળકો અને સ્ટાફ મારફતે ગામ માં જનજાગૃતિ માટે સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢવા માં આવી. પ્રા.આ. કેન્દ્ર કક્ષાએ શંકાસ્પદ વ્યક્તિઓની તપાસણી કરવામાં આવી.

આજરોજ તા.19 જુન ના રોજ વિશ્વ સીકલસેલ દિવસ નિમિત્તે ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દાહોદ ખાતે જીલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમની પ્રેરક ઉપસ્થિતિમાં સીકલસેલ અવેરનેસ સેમીનારનું આયોજન હોસ્પિટલના મેડીસીન વિભાગ, સ્ત્રીરોગ વિભાગ અને બાળ વિભાગ દ્વારા તથા આરોગ્ય વિભાગ જીલ્લા પંચાયત દાહોદ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ઝાયડસ હોસ્પિટલ દાહોદના ડીન, વિવિધ વિભાગના વડા, જીલ્લા આરોગ્ય તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહેલ. જેમાં આજથી સીકલસેલ દર્દીઓ માટે અલાયદી ઓ.પી.ડી.ની શરૂઆત કરવામાં આવી.