દાહોદ,
દેવગઢ બારીયા નગર પાલિકામાં વિવિધ વિકાસના કામો અગ્રેસર નગર પાલિકા દેવગઢ બારિયા દ્વારા નગરના ઇતિહાસમાં પહેલીવાર 49 કરોડની આવક સાથે એક કરોડ સાત લાખની પુરાત વાળું બજેટ આજરોજ દેવગઢ બારીયા નગરપાલિકા સભાખંડની સામાન્ય સભામાં પ્રમુખ ડોક્ટર ચાર્મી નીલ સોની દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં સામાન્ય સભામાં કુલ 14 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બાકીના ગેરહાજર રહ્યા હતા.
નગર પાલિકાની આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે અને હાલ 26 તારીખે ચાલુ બોડીની મુદત પૂર્ણ થઈ રહી છે, આવા સમયમાં એકાએક બજેટની મીટીંગ નગર પાલિકા પ્રમુખ દ્વારા રાખવામાં આવી હતી. જેમાં નગરની પ્રાથમિક સુવિધા પાણી લાઈટ સફાઈ ગટર અને પ્રવાસન અને બાંધકામ વિભાગના વિવિધ કામોના આગોતરા આયોજન સાથે 49 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં પાણી પુરવઠામાં સાત કરોડ રૂપિયા જેમાં નળ સે જલ યોજના અંતર્ગત 2 પાણીની ટાંકી 6 લાખની એક 10 લાખ લિટરનો પાણીનો સંપ કામગીરી હાલ પ્રગતિમાં છે. જેથી નગરમાં આતરે દિવસ મળતું પાણી સ્ટોરેજ કેપેસિટી વધવાથી રોજ મળતું થશે.
લાઇટમાં નગરમાં વર્ષો જૂની જીઈબીના થાંભલાની એલઇડી લાગેલી હતી. જેને ગાડીને નગરમાં અંડર ગ્રાઉન્ડ વાયરીંગ સાથેની નવીન પોલ સાથે ઊભી કરવામાં આવી છે અને આગામી બજેટમાં પણ જે વિસ્તાર બાકી રહી ગયો છે. ત્યાં નવી સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવશે. જેની જોગવાઈ કરવામાં આવી સફાઈ મતે નગર પાલિકા વિસ્તારમાં નગરમાં ડોર ટુ ડોર કલેક્શન સો ટકામાં થાય તેવા આગામી સમયમાં પ્રયત્ન કરવામાં આવશે. ન્યુસેન્સ સાફ કરી ડસ્ટબીન મૂકવામાં આવશે. નગરજનોને 40 રૂપિયામાં બે ડસ્ટબીન ભિંના કચરા સૂકા કચરાની આપવામાં આવશે.
જ્યારે ગટર વ્યવસ્થામાં ફેસ ટુ ની દરખાસ્ત કરી દસ કરોડ રૂપિયાની નવા ડેવલપમેન્ટ થયેલા જૂના વિસ્તાર મકાનની પાછળના ભાગે ભૂગર્ભ ગટર બનવામાં આવશે.
જ્યારે દેવગઢ બારિયા નગર પ્રવાસન તરીકે વિકસે તેવા અમૃત સેવપ 1-2-3 કુલ સાત કરોડ રૂપિયાનો બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે. નગર પાલિકા કચેરીની બાજુમાં મ્યુઝિયમ બનાવવા માટે બે કરોડનું આગવી ઓળખમાં દરખાસ્ત કરવામાં આવી છે.
જ્યારે બાંધકામ વિભાગ વિવિધ સ્થાનિકજરૂરિયાત માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજનામાં બે કરોડ અને 15માં નાણાપંચ ટાઇડ અને અન ટાઇડમાં 5.5 કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. એમ કુલ 49 કરોડની આવક સાથે એક કરોડ સાત લાખનું પૂરાંતવાળું બજેટ આજરોજ નગર પાલિકાની સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવ્યું હતું. જે બહુમતીએ મંજૂર કરવામાં આવ્યું છે.