દાહોદ જીલ્લાના દે.બારિયા મુકામે આવેલ પરીઓસા ડેરીના શ્રમયોગીને પડેલા દિવસોના પુરા પગાર સહિત મૂળ જગ્યાએ પુન:સ્થાપિત કરવા મજુર અદાલત દાહોદનો આખરી આદેશ

દાહોદ જીલ્લાના બારીયા મુકામે આવેલ પરીઓસા ડેરી જે અગાઉ ગોધરા મુકામે સ્વામિનારાયણ સેલ્સ કોર્પોરેશનના નામથી ઓળખાતી હતી. જેમાં વર્ષ 1988થી ફરજ બજાવતા સુરેશભાઈ ધનાભાઈ બારીયા જેઓને માસિક રૂપિયા 9,000 હજાર પગાર ચૂકવવામાં આવતો હતો અને તેમની પાસે સવારના 8:00 થી રાતના 9-00 કલાક સુધી ફરજ લેવામાં આવતી હતી. એ અરસા દરમિયાન આ કામના સામાવાળાઓના પરિવાર વચ્ચે ધંધાકીય વિવાદ ઉપસ્થિત થતા ગોધરા મુકામે આવેલ સ્વામિનારાયણ સેલ્સ કોર્પોરેશન બંધ કરી તે ડેરી તાત્કાલિક અસરથી દેવગઢ બારીયા મુકામે ટ્રાન્સફર કરવામાં આવેલ અને તે ડેરીનું નામ પરીઓ સા ડેરી રાખવામાં આવેલ આ કામના અરજદાર સુરેશભાઈને તેમની સળંગ નોકરીગણી દેવગઢ બારિયા મુકામે પરીઓ સા ડેરીમાં તારીખ 18/01/2022 નારોજ ફરજ ઉપર હાજર કરે પરંતુ તે દિવસે આ કામના ડેરીના માલિક દ્વારા અરજદારને નોકરી પૂરી થતાં તારીખ 19/01/2022 રોજ થી ફરજ ઉપર થી છુટા કરવાનું મૌખિક હુકમથી જણાવેલ પરંતુ છુટા કરતા સમયે અરજદારને કોઈ નોટિસ નોટિસ પગાર બેકારી વળતર ગ્રેજ્યુટી કે મળવા પાત્ર કોઈપણ પ્રકારના હકક હિસ્સાઓ ચૂકવેલ ના હતા.

જે બાબતે અરજદારે ડેરીના માલિકને તેમને મળવા પાત્ર તમામ કિસ્સાઓ ચૂકવી આપવા વિનંતી કરેલ પરંતુ તેવા કોઈપણ પ્રકારના લાભો આપવાનો ઇનકાર કરતા અરજદારે ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ.ભોઈનો સંપર્ક કરી ઔદ્યોગિક વિવાદ ધારા અધિનિયમ10(1) હેઠળ પડેલા દિવસોના પુરા પગાર સહિત મૂળ જગ્યાએ પુન:સ્થાપિત થવા મજુર અદાલત દાહોદ સમક્ષ રેફરન્સ કેસ નંબર 8 /2219 જે કેસ ચાલી જતા નામદાર મજુર અદાલત દાહોદ સમક્ષ ફેડરેશનના પ્રતિનિધિ એસએસ ચૌહાણ દ્વારા કેસમાં પડેલા પુરાવા આધારિત દલીલો કરતા આ કામના અરજદાર સુરેશ બારીયાને તારીખ 19/06/2023 નારોજ માલિકનું છુટા કરવાનું પગલું ગેરકાયદેસર ઠેરવી અરજદારને પડેલા દિવસોના પૂરેપૂરા પગાર સહિત તેમની મૂળ જગ્યાએ પુન: સ્થાપિત કરવા તથા ખર્ચની રકમ રૂપિયા 5,000 ચૂકવવાનો આખરી આદેશ મજુર અદાલત દાહોદના પ્રમુખ અધિકારી છાયાબેન મહેતાએ કરતા કરતા અરજદારના પરિવારમાં આનંદની લાગણી પ્રવૃતિ છે.